અરે બાપરે / સુરતમાં રત્નકલાકારની પત્નીને વારંવાર બનાવી હવસનો શિકાર, બહેનપણીના ભાઈએ જ નોકરીની લાલચ આપી હોટલમાં બોલાવી આચર્યું દુષ્કર્મ, જુઓ પછી વિડિઓ ઉતારી કરતો એવું કે….

ટોપ ન્યૂઝ સુરત

સુરત (Surat)ના કાપોદરા (Kapodara) માં નરાધમે 31 વર્ષીય મહિલાને નોકરી અપાવવાના બહાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. કાપોદરા પોલીસના જણાવ્યા મુજબ, 31 વર્ષીય કાવ્યા (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે નાના વરાછા ખાતે રહે છે. પરિવારમાં પતિ સિવાય 2 દીકરીઓ પણ છે. પતિ હીરાની ઓફિસમાં હીરા ઘસે છે. આજથી બે વર્ષ પહેલા કાવ્યા એક નર્સરીમાં કામ કરતી હતી.

નોકરીના બહાને હોટલમાં બોલાવી અને…
કોરોનાને કારણે નર્સરી બંધ થઇ ગઈ હતી. જયારે કાવ્યાએ આ અંગે તેની બહેનપણીને વાત કરી ત્યારે, બહેનપણીએ માનેલા ભાઈનો નંબર કાવ્યાને આપ્યો હતો. સરથાણા જકાતનાકાનો રહેવાસી પારસ ઝાલાવાડિયાએ કાવ્યાને નોકરી પર રાખવાની વાત કરી હતી. પારસે કાવ્યાને કહ્યું હતું કે, તે ડીઆર વર્લ્ડમાં નોકરી છે. વધુમાં કહેતા જણાવ્યું કે, પારસ કાવ્યાને એક હોટલમાં લઇ ગયો હતો. હોટલની રૂમમાં બેસાડી પારસે કાવ્યાને કીધું, શેઠ બાજુની રૂમમાં છે, તને હમણા જ બોલાવશે.

કાવ્યા જણાવતા કહે છે કે, ત્યાર પછી ચપ્પુ બતાવી, મારી બંને દીકરીઓને મારી નાખવાની ધમકી આપી હતી, બંને દીકરીના ગળા કાપી નાખવાની ધમકી આપી મારા મોઢામાં ડૂચો મારી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહિ પરંતુ ઘટનાનો વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યાર પછી વીડિયોના આધારે WOW હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.’ છેવટે કંટાળી ને કાવ્યાએ પતિને વાત કરી પારસ વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દીકરીના અપહરણની પણ ધમકી આપી
તારીખ 6 નવેમ્બર વર્ષ 2021ના રોજ કાવ્યાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. 10 જાન્યુઆરીના રોજ પારસે કાવ્યાને સાથે આવવા ફોન કર્યો હતો. જ્યારે રૂપાલીએ સાથે આવવાની ના પાડી ત્યારે પારસ તેની દીકરીને લઈ જવાની ધમકી આપી હતી. આથી તે પારસ સાથે તેની બે માસની પુત્રીને સાથે લઈને ગઈ હતી. બે મહિના પહેલા જ બાળકને જન્મ આપનારી માતા સાથે પારસે ફરીએકવાર દુષ્કર્મ આચર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *