પ્રેમની કિંમત યુવતીને પોતાનો જીવ આપીને ચૂકવવી પડી, જુઓ નરાધમ પ્રેમીએ પ્રેમિકા સાથે જે કર્યું એ જાણીને તમારા હોશ ઉડી જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

તમિલનાડુ ના તિરુપુર જિલ્લામાં પ્રેમ પ્રકરણમાં હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપ છે કે એક પ્રેમીએ તેની પ્રેમિકાને એટલા માટે સળગાવી દીધી કારણ કે તે યુવતી તેની સાથે લગ્ન કરવાની જીદ કરી રહી હતી. યુવતીની ઓળખ 19 વર્ષીય મુંબઈની રહેવાસી પૂજા તરીકે થઈ છે.

નોંધનીય છે કે, પૂજા તિરુપુરમાં એક સંબંધીના ઘરે રહેતી હતી. આ દરમિયાન તે કપડાના કારખાનામાં કામ કરતી હતી. તેણીને લોકેશ (22 વર્ષ) નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. 4 જાન્યુઆરીએ બંને નિર્જન જંગલમાં ગયા હતા. અહીં લગ્નને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

પૂજા તેના પ્રેમી લોકેશ સાથે લગ્ન કરવાની જીદ કરી રહી હતી. જેનાથી ગુસ્સે ભરાયેલા લોકેશે તેને માથામાં મારી હતી. આટલું જ નહીં તેણે પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. પોતાનો જીવ બચાવવા તે રડતા રડતા ત્યાંથી ભાગી ગઈ હતી. આ દરમિયાન આજુબાજુ હાજર લોકોએ આ જોઈને તેની તરફ દોડ્યા હતા.

લોકોને આવતા જોઈ લોકેશે ટુ-વ્હીલર પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પડી ગયો હતો અને ઘાયલ થયો હતો. બીજી તરફ લોકોએ યુવતીને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *