સ્ટોકહોમ સ્વીડનના એક ગામનું નામ ત્યાં રહેતા લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. નામ એવું છે કે લોકોને તે જણાવતા શરમ આવે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા સેન્સરશીપના કારણે તેઓ પોતાના ગામના નામનો ઉલ્લેખ પણ સોશિયલ મીડિયા પર કરી શકતા નથી. આથી હવે નામ બદલવા માટે અભિયાન છેડાઈ ગયું છે.
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક ખબર મુજબ સ્વીડનના ગામ Fucke મા રહેતા લોકો પોતાના ગામ માટે નવું નામ ઈચ્છે છે. આ માટે તેમણે એક અભિયાન ચલાવ્યું છે. હવે આ નિર્ણય નેશનલ લેન્ડ સર્વે વિભાગે લેવાનો છે કે ગામવાળાની પરેશાનીને ધ્યાનમાં રાખીને નામ બદલવું કે નહીં. જો કે ભૂતકાળમાં આવા જ એક Fjuckby ગામનું નામ બદલવાની માગણીને ફગાવવામાં આવી હતી. વિભાગે એવો તર્ક આપ્યો હતો કે આ નામ ઐતિહાસિક હોવાના કારણે તેને બદલી શકાય નહીં.
Fucke નામ પણ દાયકાઓ પહેલા રાખવામાં આવ્યું હતું. આથી એવું મનાય છે કે અહીં રહેનારા લોકોની માગણી પણ ફગાવવામાં આવી શકે છે. જો કે ગ્રામીણોનું કહેવું છે કે તેઓ પોતાનું અભિયાન ચાલુ રાખી શકશે. આ ગામમાં કુલ 11 ઘર છે અને તેમનું કહેવું છે કે ગામનું નામ બદલીને Dalsro રાખવામાં આવે. જેનો અર્થ છે શાંત ઘાટી. એક ગ્રામીણે કહ્યું કે આમ તો આ નામમાં કોઈ સમસ્યા નથી, પરંતુ અનેકવાર તે શર્મિંદગીનો વિષય બની જાય છે અને અમે સોશિયલ મીડિયા પર તેનો ઉલ્લેખ પણ કરી શકતા નથી. આથી અમે ઈચ્છીએ છીએ કે ગામનું નામ બદલવામાં આવે.
સ્થાનિક ચેનલ સાથે વાતચીત કરતા સ્થાનિકે કહ્યું કે સોશિયલ મીડિયા સેન્સરશીપના કારણે આ પ્રકારના નામ જે આપત્તિજનક કે અશ્લિલ લાગે છે તેમને હટાવી દેવામાં આવે છે. અમારા ગામના નામની સાથે Facebook Algorithms આ જ કરે છે. જે કારણેથી અમે કોઈ જાહેરાત પણ પોસ્ટ કરી શકતા નથી. અત્રે જણાવવાનું કે નામ બદલવા સંલગ્ન મામલાઓમાં નેશનલ લેન્ડ ટ્રસ્ટે સ્વીડનના નેશનલ હેરિટેજ બોર્ડ અને ભાષા તથા લોકકથા સંસ્થાનને મળીને કોઈ નિર્ણય લેવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!