હાલમાં જામનગરમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામદાર કોલોની નજીક શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતો યુવાન ગઇકાલે સાંજે માતા-પિતાથી છૂપાયને પોતાના ફ્લેટની અગાસી પર જઇને સિગારેટ પીતો હતો. ત્યારે અચાનક થયું એવું કે વાંચીને તમને પણ ઝાટકો લાગશે
છુપાઈને અગાસી પર સિગરેટ પીતો હતો આ દરમિયાન, સિગારેટનું તણખલું બાજુમાં રહેલી પેટ્રોલ ભરેલી બોટલ પર પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળ્યું છે કે, આગની ઝપેટમાં યુવાન આવી જતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી તેને સારવાર માટે પ્રથમ જામનગર સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં કામદાર કોલોની પાસે આવેલા શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતો ચિરાગ કિરવા નાકર નામનો યુવક ગઈકાલે તેના ફ્લેટની છત પર સિગારેટ પી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં પડેલી પેટ્રોલની બોટલ પર અચાનક સિગારેટનું તણખલું પડતા આગ ભભૂકી હતી.
જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને યુવક તે આગની ઝપેટમાં આવી ગયો હતો. યુવાન શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, ચિરાગ ધોરણ 12માં નાપાસ થયો હતો જેથી ફરીવાર પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!