અરરર…આવું કોણ કરે? / ખુદ પતિએ જ પત્નીની અશ્લીલ તસવીરો કરી દીધી વાઇરલ, જુઓ કારણ જાણીને તમે પતિને બોચી પકડીને માર મારશો

ટોપ ન્યૂઝ ગુજરાત

એક અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. ખાસ કરીને ઘરેથી ભાગી જઇને પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચેતવણીરુપ કિસ્સો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું છે. લગ્નના આઠ મહિનામાં જ પતિએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી જો કે પત્નીએ રૂપિયા લાવવાનો ઇન્કાર કરતાં પતિએ પત્નીના અશ્લીલ ફોટા સોશિયલ મિડિયામાં વાઇરલ કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસની વિગત એવી છે કે ગીતામંદિર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાને સરખેજ વિસ્તારમાં મકરબા પોલીસ ચોકી સામે ભાડાના મકાનમાં રહેતા હેમાંગભાઇ જામલીયા સાથે આંખ મળી ગઇ હતી. જેને લઇને આઠ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ થાડો સમય લગ્ન જીવન સારુ ચાલતું હતું. પણ પછી પતિએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. બે મહિના પહેલા પતિએ પત્નીના ઘરેથી એક લાખ રૂપિયા લઈ આવવાનું કહ્યું હતું. ત્યારબાદ પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપીને રૂપિયા નહી લાવે તો નહી રાખવાની વાત કરીને મારઝુડ કરવામાં આવતી હતી.

એટલું જ નહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પતિએ અગાઉ પત્નીની જાણ બહાર બિભત્સ ફોટા પાડયા હતા. જે ફોટા પંદર દિવસ પહેલા મહિલાના નામનું વોટ્સએપ ગૃપ બનાવીને તેમાં આ ફોટા વાઇરલ કર્યા હતા.

વાત ત્યાંજ નથી અટકતી પતિએ એક મહિના પહેલા પણ આ અશ્લીલ ફોટા મહિલાના ભાઈ અને તેમના ઘરના સભ્યોના મોબાઇલમાં પણ મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે પતિ સામે માનસિક શારીરિક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.