પતિ-પત્ની ઔર વોના કિસ્સાનો કરૂણ અંજામ આવ્યો છે. વલસાડના ધરમપુરમાં પરિણીતાએ પતિની પ્રેમિકાના બદલે ભૂલથી તેની માતાને મોતને ઘાટ ઉતારી, ઘર પર જઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમિકાની જગ્યાએ તેની માતા ઊંઘી રહ્યા હોય તેનો ભોગ લેવાયો હતો.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલસા વાંસદા જંગલ ગામમાં પતિ-પત્ની ઔર વૌના કિસ્સાનો કરૂણ અંજામ આપ્યો છે. પતિના આડાસંબંધોથી ત્રસ્ત પરિણીતા કુહાડી લઈ પતિની પ્રેમિકાના ઘર પર પહોંચી હતી. જ્યાં ભૂલથી પ્રેમિકાના બદલે પ્રેમિકાની માતાની હત્યા કરી નાખી હતી.
ભૂલનો પસ્તાવો થતા ઘરે જઈ પરિણીતાએ પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંસદા જંગલ ગામમાં રહેતી અને આશાવર્કર તરીકે ફરજ બજાવતા લીલાબેનના પતિ ગુલાબભાઈને ગામમાં જ રહેતી રેખા નામની યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હોવાની જાણ થઈ હતી.
પતિના આડાસંબંધોથી ત્રસ્ત લીલાબેને ગતરાત્રિએ તેના પતિ ગુલાબભાઈને તેના માતાપિતાને બોલાવવા માટે પિયર મોકલી આપ્યા હતા. પતિની ગેરહાજરીમાં લીલાબેન કુહાડી લઈ રેખાની હત્યા નિપજાવવાના હેતુથી તેના ઘર પર પહોંચી ગઈ હતી. જ્યાં રેખાની જગ્યાએ રેખાના માતા રશ્મિબેન ઊંઘી રહ્યા હતા.
જે વાતથી લીલાબેન અજાણ હતા. રેખાની હત્યા કરવાના ઈરાદે લીલાબેને કુહાડીના ઘા કરતા જ પથારીમાં ઊંઘી રહેલા રેશમાંબેનના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. હત્યા નિપજાવ્યા બાદ લીલાબેને ઘર પર જઈ આત્મહત્યા કરી લીધી રશ્મિબેનની વહુએ લીલાબેનને કુહાડી વડે હત્યા કરતા જોઈ લીધી હતી. જેનાથી ગભરાઈને લીલાબેને ઘરે પહોંચી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
રશ્મિબેનની વહુ જાનીબેને ઘટનાની જાણ ગામના અગ્રણીઓને કરી હતી. ગામના અગ્રણીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે દરમિયાન ગુલાબભાઈએ ગામના અગ્રણીઓને લીલાબેને આપઘાત કર્યો હોવાની જાણ કરતા ધરમપુર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસે બંને મહિલાઓની લાશનો કબ્જો મેળવી PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી.
ધરમપુર તાલુકાના વાંસદા જંગલ ગામમાં આશાવર્કરે હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા કરવા માટે પતિને આશા વર્કરે તેના પિયર માતા પિતાને બોલાવવા મોકલી આપ્યો હતો. જે બાદ પતિની પ્રેમિકાની હત્યા કરવા પહોંચી હતી. પતિની પ્રેમિકા રેખાબેનની સુવાની જગ્યા ઉપર રેખાબેનની માતા રશ્મિબેન ઊંઘતા હતા.
જેથી લીલાબેને રેખાબેનની જગ્યાએ રેશમાંબેનની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ પોતાના ઘરમાં જઈ આત્મહત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી ઘટના થી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તો ધરમપુર પોલીસ દ્રારા સમગ્ર ઘટનાની તાપસ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!