પોતાની જ દીકરી સાથે દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતો રહ્યો નફ્ફટ બાપ, જુઓ પછી 13 વર્ષની ઉંમરે દીકરીને થયું એવું કે જાણીને તમે ચોંકી જશો

ગુજરાત

દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ હવે પોતાના પિતા સાથે પણ સુરક્ષિત નથી. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. દીકરી તો પિતાનો કાળજાનો કટકો કહેવાય છે. મા દીકરીને બે શબ્દ બોલે પણ બાપ દીકરીની બધી જ ભૂલો માફ કરી આપે છે.

બાપ દીકરીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો આણંદ માંથી સામે આવ્યો છે. ભાલેજ ઉટખરીમાં રહેતાં પતિ-પત્ની 11 વર્ષ અલગ રહેતાં હતાં. પહેલાં દીકરી પોતાની માતા સાથે રહેતી અને છેલ્લાં 2 વર્ષથી આરોપી પિતા તેની પુત્રીને લઈ આવ્યો હતો. ભાલેજ ઉટખરીમાં પિતાએ જ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

પતિ-પત્ની વચ્ચે વિવાદ થતાં પત્ની રિસાઈને 11 વર્ષથી પિયરમાં જ રહેતી હતી. આરોપી પિતા 2 વર્ષ અગાઉ જ પોતાની પુત્રીને પોતાના ઘરે લાવ્યો હતો. ત્યારબાદ બાપે ઘરમાં દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવીને પોતાની 13 વર્ષની દીકરી પર જ નજર બગાડી હતી. પિતા દોઢ વર્ષથી પુત્રી પર દુષ્કર્મ આચરી રહ્યો હતો.

જે બાદ દીકરી ગર્ભવતી થતાં પોતાનું પાપ છુપાવવા નરાધમે તેના બાળલગ્ન કરાવી દીધા હતા. લગ્નના 3 મહિના બાદ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો.

સમગ્ર મામલાની જાણ કિશોરીની માતાને થતાં તે ભાલેજ પોલીસ મથકે પહોંચી તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ ભાલજ પોલીસે કિશોરીની માતાની ફરિયાદના આધારે નરાધમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *