ફાયર હેરકટની ફેશન ભારે પડી, હેરકટિંગ દરમિયાન માથું સળગ્યું અને પછી જે થયું એ વિડિઓ જોઈને તમે કોઈ દિવસ આવા વાળ નહિ કપાવો : જુઓ વિડિઓ

અજબ ગજબ

બદલાતા સમયની સાથે ફેશન અને ફેશનના ટ્રેન્ડ્સ પણ સતત બદલાઈ રહ્યાં છે. કપડા હોય કે કોસ્મેટિક્સ હેરકટ હોય કે મેકઅપ દરેકમાં અત્યારે જૂનુ ઢબને બદલે નવી પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે. જોકે, કેટલીકવાર નવી ફેશનના નવા ટ્રેન્ડ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં એક યુવાન સાથે પણ કંઈક આવું બન્યું. ( વિડિઓ નીચે આપેલો છે )

વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં યુવાનને વીડિયો બનાવવાનો અને સોશિયલ મીડિયામાં ઈસ્ટાગ્રામમાં રિલ મુકવાનો ખુબ શોખ હતો. આ એક સામાન્ય બાબત છે આજકાલ દરેક યુવાનને આ શોખ હોય છે. જોકે, આ શોખને પુરો કરવા માટે તેણે ખતરો ઉઠાવવાનું શરૂ કર્યું. યુવાને નોર્મલ હેરકટના બદલે ફાયર હેરકટ કરાવવાનું નક્કી કર્યું. જોકે, યુવાનને આ શોખ ભારે પડ્યો.

નવી વર્ષની શરૂઆતમાં જ વલસાડના એક યુવાન સાથે આવી વિચિત્ર ઘટના બની. વલસાડ જિલ્લાના વાપીમાં આવેલાં સુલપડમાં આ ઘટના સામે આવી.વાળ કાપવા સલૂન ગયેલાં યુવાને અખતરો કરતા તેની હાલત બગડી. કાતરથી વાળ કાપવાના ને બદલે કેમિકલથી સળગાવી વાળ કાપતા દુર્ઘટના બની.

આરિફે ફાયર હેર કટિંગ પસંદ કર્યા હતા. ત્યારે હેર સલૂનમાં વાળ કાપનાર યુવક આરિફના વાળમાં ફોમ લગાવી વાળ કાપી રહ્યો હતો. આ દરમિયાન યુવક પર આગ લાગી ગઈ હતી, જેથી માથાના ભાગે તેમજ ગળાના ભાગે યુવક દાઝી ગયો હતો. એ દરમિયાન આગ લાગેલી હાલતમાં યુવક ચીસો પાડીને ભાગવા લાગ્યો હતો. એને લઈને આજુબાજુના લોકો યુવકને બચાવવા દોડી આવ્યા હતા.

જોત જોતામાં આગ એટલી પ્રસરી ગઈ કે, આ આગથી યુવક ગળાના ભાગ સુધી દાઝયો છે. કોઈપણ જાતની મહારત વિના અખતરા કરતા આ દુર્ઘટના બની હતી. ઘાયલ યુવાનને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે.

આ અંગે યુવકના કાકા સલીમ શાહે જણાવ્યું હતું કે સલૂન-સંચાલકે વાળમાં વધુ માત્રામાં ફાયર ફોમ લગાવ્યું હતું. ત્યાર બાદ માચીસથી વાળમાં આગ ચાંપી હતી. બંટી નામના સલૂન- સંચાલકે વધુ માત્રામાં ફોમ લગાવ્યું હોવાથી દુર્ઘટના બની હતી, જેને લઈને ભત્રીજો આરિફ દાઝી ગયો હતો.

( વિડિઓ જોવા મેટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/10/27/01-valsad-yuvak-aag-govindnew_1666852688/mp4/v360.mp4 )

ફાયર હેરકટિંગ કરવા માટે જેટલું ફોમ જોઈએ એના કરતાં વધારે ફોમ લગાવ્યું હતું. એને કારણે મારા ભત્રીજો દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *