સંતોની આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ(Mogal ma) નો મહિમા અપરંપાર છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.
માતા મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે. માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી.
અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે. એવામાં આજે અમે તમને એવા જ એક કિસ્સો વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક મહિલાની માનતા પૂર્ણ થતાની સાથે જ તે 11,000 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂરી કરવા માટે આવી હતી. ત્યારે કબરાઉ ધામ મોગલ ધામ એ બિરાજમાન એવા મણીધર બાપુ એ તેને પૂછ્યું હતું કે શેની માનતા હતી.
ત્યારે મહિલાએ વાત કરતાં જણાવ્યું હતું કે ઘણા સમયથી તેમની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી. ઘણા દવાખાનાઓએ ધક્કા ખાધા પરંતુ કોઈપણ પ્રકારની સારવાર ન મળી અને તબિયતમાં સુધારો આવ્યો નહીં. છેવટે મેં માં મોગલ ને યાદ કર્યા અને માં મોગલ ની માનતા માની હતી.
ત્યારે આ મહિલાની તબિયત સારી થઈ ગઈ હોવાથી તે 11,000 રૂપિયા કબરાઉ ધામ આવીને માં મોગલના ચરણે અર્પણ કર્યા ત્યારે મહિલાએ કહ્યું કે મોગલની કૃપાથી તબિયતમાં સુધારો આવી ગયો અને પોતાના પગથી તે ધીરે-ધીરે ચાલવા લાગી. ત્યારે આ મહિલા 11000 રૂપિયા લઈ તેની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામે આવી મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા.
આ દરમિયાન મણીધર બાપુએ આ મહિલાને 11 હજાર રૂપિયામાં 1 રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા અને કહ્યું કે લે આ તારી દીકરીને આપજે માં મોગલ તારી માનતા 11 ગણી સ્વીકારશે અને માં મોગલ નો આ કોઈ ચમત્કાર ન માનતા તમે જે વિશ્વાસ રાખ્યો તેના લીધે તમારી મનોકામના પૂર્ણ થઈ છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો