પાછો આવ્યો સંકટ / હૃદય થડકાવનારા સમાચાર, કોરોનાની ત્રીજી લહેર હાથવેંત છેટી, જાણો કયા મહિનામાં શરુ થશે-SBI રિપોર્ટમાં દાવો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

SBI રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં ઓગસ્ટના મધ્ય સુધી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. સપ્ટેમ્બરમાં ચરમસીમાએ પહોંચશે.

  • SBI રિપોર્ટમાં કરાયો મોટો દાવો 
  • ઓગસ્ટમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર
  • સપ્ટેમ્બરમાં પીક પર આવી શકે છે ત્રીજી લહેર

એસબીઆઈ  દ્વારા પ્રકાશિત ‘કોવિડ-19- ધ રેસ ટૂ ફિનિશિંગ લાઇન’ રિપોર્ટમાં ત્રીજી લહેર પર સૌથી મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે.

 21 ઓગસ્ટ બાદ કોવિડની ત્રીજી લહેર ગતિ પકડશે 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે હાલનાઆંકડા અનુસાર ભારતમાં જુલાઈના બીજા સપ્તાહની આસપાસ લગભગ 10,000 નવા કેસ સામે આવી શકે છે. પરંતુ ઓગસ્ટના બીજા પખવાડિયા સુધી કેસ વધવાના શરૂ થઈ શકે છે. 21 ઓગસ્ટ બાદ કોવિડની ત્રીજી લહેર વધવા લાગશે. લોકોને ચેતવતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઓગસ્ટમાં કોવિડની ત્રીજી લહેર આવશે અને સપ્ટેમ્બરમાં પિક પર આવશે.

ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બરની વચ્ચે ચરમ પર પહોંચી શકે છે- વૈજ્ઞાનિક

કોરોના મહામારી મોર્ડલિંગના સંબંધતમાં એક સરકારી સમિતિના એક વૈજ્ઞાનિક કહે છે કે જો કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વર્તન નહીં કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર નવેમ્બરની વચ્ચે ચરમ પર પહોંચી શકે છે. પરંતુ બીજી લહેર દરમિયાન નોંધાયેલા દૈનિકથી અડધા મામલાને જોવા મળી શકે છે.  ‘સૂત્ર મોડલ’ અથવા કોવિડ 19ના ગણિતીય અનુમાન પર કામ કરી રહેલા મનિંદ્ર અગ્રવાલે એમ પણ કહ્યુ કે જો વાયરસનુ કોઈ નવા સ્વરુપ ઉત્તપન્ન થઈ શકે છે તો ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ શકે છે.

કોઈ નવો મ્યૂટેન્ટ આવે છે તો ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ શકે છે

અગ્રવાલે કહ્યું કે જો કોઈ નવો મ્યૂટેન્ટ આવે છે તો ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ શકે છે. પરંતુ આ બીજી લહેરની સરખામણીએ અડધી રહેશે. તેમણે એમ પણ  કહ્યું કે જેમ જેમ રસીકરણ અભિયાન આગળ વધશે. તેમ તેમ ત્રીજી અને ચોથી લહેરની આશંકા ઓછી રહેશે. અગ્રવાલે કહ્યું કે આશાવાદી પરિદ્રશ્યમાં  રોજના મામલા 50 હજારથી 1 લાખ હોઈ શકે છે.  ત્યારે વિદ્યાસાગરે કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં દાખલ થવાના મામલા ઓછા હશે. તેમણે એમ પણ કહ્યું કે બ્રિટનમાં હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિવાળા મામલાને ઘટાડાવામાં રસીકરણે મહત્વની ભૂમિકા ભજવી છે.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ઓગસ્ટના બીજા સપ્તાહથી કોરોનાના કેસ ઝડપથી વધવા લાગશે. ગ્લોબલ આંકડાથી જાણવા મળે છે કે એવરેજ ત્રીજી લહેરના પિક મામલા બીજી લહેરના સમયના પિક મામલાના લગભગ 1.7 ગણા હોય છે. પરંતુ પાછલા રેકોર્ડને જોવામાં આવે તો ઓછામાં ઓછા એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર 21 ઓગસ્ટથી વધવા લાગશે.

મહત્વનું છે કે દેશમાં કોરોનાના એક દિવસમાં 39,796 નવા કેસ સામે આવ્યા બાદ આ બીમારીની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા  3,05,85,229 થઈ ગઈ છે, જ્યારે વધુ 723 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 4,02,728 પર પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4,82,071 થઈ ગઈ છે અને આ કુલ સંક્રમણના 1.58 ટકા છે, જ્યારે કોવિડથી સાજા થવાનો રાષ્ટ્રીય દર સુધરીને 97.11 ટકા થઈ ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 3279નો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published.