મોતની વિકરાળ આગના / ઘોઘંબાની GFL કંપનીમાં જોરદાર બ્લાસ્ટ સાથે વિકરાળ આગ, બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા, 3ના મોત : જુઓ ભયાનક વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 કામદારોના મોત થયા છે અને જાનહાનિ હજી વધી શકે છે. આગની ઘટનામાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. પંચમહાલ રેન્જ આઇજી એમ.એસ. ભરાડા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા છે

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ધરવા મુખ્યમંત્રીની સૂચના : પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે 3 કામદારોના મૃત્યુ થયા છે તેમને અને જે કામદારોને ઇજા પહોંચી છે અને ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે.

બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા : રણજીતનગરની કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા હતા. 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. સેફ્ટી કીટ પહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્લાન્ટ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી : ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપની અને આજુબાજુના વિસ્તારોમાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લવાઇ રહ્યા છે.

જિલ્લાના પોલીસવડા, કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા : ઘટનાને પગલે પંચમહાલ જિલ્લાના પોલીસવડા, કલેક્ટર અને હાલોલ SDM કંપની પર દોડી આવ્યો છે અને હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં છે. કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો.

રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા : સદભાગ્યે ગેસનાં ટેન્કરો લીક થયાં નથી અને ફાયરબ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે રણજિતનગરની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. ઘટનાને જોતાં મૃત્યુઆંક મોટો હોવાની વાતને નકારી શકાય નહીં.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/16/13-vadodara-halol-blast-rohit_1639640487/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.