મીરા હત્યા કેસમાં મોટા સમાચાર / મીરા સોલંકીની હત્યા પાછળ એનો પ્રેમી સંદીપ જ હતો અસલી કાતિલ, જુઓ આ કારણોસર તેને મીરાંને જાનથી મારી નાખી

વડોદરા

વડોદરા ની 20 વર્ષીય યુવતી મીરા સોલંકી મર્ડર કેસના આરોપી સંદીપ મકવાણાને નર્મદા પોલીસે વડોદરાથી પકડી પડ્યો છે. સંદીપ મકવાણાની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, મીરા સોલંકની હત્યા પણ તૃષા સોલંકીની જેમ તેના પ્રેમીએ જ કરી હતી.

વડોદરાની 20 વર્ષીય યુવતી મીરા સોલંકીનો મૃતદેહ નર્મદા જિલ્લાના તિલકવાડાના કેસરપુરા પાસેથી મળ્યો હતો. 17 એપ્રિલના રોજ આ મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ આ યુવતી ક્યાંની રહેવાસી છે તેની તપાસ નર્મદા પોલીસે હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવતી વડોદરાની રહેવાસી મીરા સોલંકી છે. મીરા સોલંકી કોઈ સંદીપ મકવાણા નામના યુવાન સાથે વડોદરાથી નીકળી હતી.

સંદીપ મકવાણા આ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. ઘરેથી બંને જણા નીકળી ગયા હતા. ત્યારે સમગ્ર કેસમાં સંદીપ મકવાણા નામનો યુવાન શકમંદ હતો. પોલીસે સંદીપની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આખરે સંદીપ પકડાયો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે જ મીરાની હત્યા કરી હોવાનુ કબૂલ્યુ હતુ. સંદીપ મકવાણાની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, મીરા અને સંદીપ બંને જણ 16 એપ્રિલ બપોર પછી વડેરાથી નીકળી ગયા હતા. બંને એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા.

સંદીપ મકવાણાની ઈચ્છા હતી કે, મીરા તેની સાથે લગ્ન કરે. ત્યાંથી નીકળ્યા પછી બંને જણ વડોદરા ગ્રામ્ય અને છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ફર્યા હતા. ત્યાંથી તેઓ તિલકવાડાના કેસરપુરા ગામ પાસે પહોંચ્યા હતા. બાદ સંદીપે મીરાને લગ્ન બાબતે વાત કરતા મીરાએ લગ્ન માટે ના પડી હતી. જેથી સંદીપને ગુસ્સો આવ્યો અને રાતના સમયે મીરાની ઓઢણીથી ગળુ દબાવીને તેનું મર્ડર કર્યુ હતું. હત્યા બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. હત્યાના બીજા દિવસે બપોરે સંદીપ મૃતદેહ જોવા માટે પણ આવ્યો હતો.

પોલીસને મૃતદેહ મળ્યો તે પહેલા સંદીપે મીરાને જ્યાં મારી નાખી હતી ત્યાં જોવા માટે પણ આવ્યો હતો. સંદીપને ખબર હતી કે તે ખુદ આરોપી છે, જેથી તેણે પોતાનો હુલિયો બદલી નાંખ્યો હતો. વાળ કપાવીને દાઢી પણ કઢાવી નાંખી હતી, જેથી કોઈ તેને ઓળખી ના શકે. હાલ પોલીસને મીરાનો મોબાઈલ મળ્યો નથી. તેમજ જે ઓઢણીથી મીરાની હત્યા થઈ તે પણ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મીરા સાથે રેપ થયો હોઈ એવી કોઈ બાબત સામે આવી નથી. જો સંદીપ પૂછપરછમાં રેપ કર્યાનુ કબૂલશે તો તે અંગેની કલમ લગાડવામા આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.