અરે બાપરે / યુવતી જયારે તરૂણી હતી ત્યારે તેની બિભિત્સ તસવીરો પડી, જુઓ પછી મોટી થઇ ત્યારે કર્યા એવા કાંડ કે જાણીને હચમચી જશો

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં વધુ એક યુવતી હવસખોરનો શિકાર બની છે. સગીર વયની ઉંમરે યુવતીના બિભત્સ ફોટોગ્રાફ મોબાઈલ અને પેન ડ્રાઇવમાં રાખી અવાર નવાર બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચર્યું હતું. આખરે બ્લેકમેઇલિંગથી કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ શરૂ કરી છે.

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે મેહુલ ડુંગર સોલંકી. તેના પર આરોપ છે સગીર વયની ઉંમરે યુવતીને લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ માયાણીનગર પાસે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મેહુલ ડુંગર સોલંકીને ઝડપી લીધો હતો. આરોપી મેહુલની IUCAW યુનિટે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી મેહુલ ડુંગર સોલંકી પોતે પરણિત છે અને 2 વર્ષ પૂર્વે યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

જે સમયે યુવતીને લગ્નની લાલચ આપી ઘરે બોલાવી સગીરાના બિભત્સ ફોટોગ્રાફ પાડ્યા હતા. પેન ડ્રાઇવ અને લેપટોપમાં ફોટા અને વીડિયો હોવાનું કહી અવાર નવાર ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. આજે યુવતી પુખ્ત વયની થતા લગ્નનું કહેતા આરોપી પરણિત હોવાનું સામે આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આરોપી મેહુલ સોલંકી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. હાલ આરોપીને સકંજામાં લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

હવસખોર મેહુલ સોલંકીને પોલીસે સકંજામાં લઈને જેલના સળીયા ગણતો કરી દીધો છે. જોકે આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય. ત્યારે અવારનવાર થતાં દુષ્કર્મોની ઘટના સમાજ માટે કલંક રૂપ પણ સાબિત થઇ શકે તેમ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.