બાપરે / ગુજરાતમાં અહીં ધર્મ સ્થાનો છે મુશ્કેલીમાં, જુઓ છેલ્લા 15 દિવસથી હાલત બની એવી કફોડી કે જાણીને તમારું હૃદય પીગળી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

એક તરફ રાજ્ય સરકાર ગીરનાર તીર્થ ક્ષેત્રને દેશ દુનિયાના નક્શામાં પ્રથમ હરોળનું સ્થાન ગણાવે છે, ત્યારે મૂળભૂત સુવિધા વિજળી પણ બરાબર નથી મળતી તેનાથી પાણીની પણ મુશ્કેલી ઊભી થાય છે.

જુનાગઢ ગરવો ગઢ ગિરનાર હિમાલયનો પ્રપિતામહ કહેવાય છે, ત્યારે ગીરનાર પર્વત પર અનેક ધર્મ સ્થાનો આવેલા છે. પણ છેલ્લા પંદર દિવસથી વિજળી ના હોવાથી ધર્મ સ્થાનોની હાલત કફોડી બની છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગીરનાર પર્વત પર ભારે વરસાદના કારણે વીજ લાઈનમાં ક્ષતિના કારણે છેલ્લાં 15 દિવસથી વિજળી ગુલ થતા ભાવિકો અને મંદિરની સેવા પુજા કરતા પૂજારી સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રીના સમયે ગીરનાર દર્શન કરવાં આવતા ભાવિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

એક તરફ રાજ્ય સરકાર ગીરનાર તીર્થ ક્ષેત્રને દેશ દુનિયાના નક્શામાં પ્રથમ હરોળનું સ્થાન ગણાવે છે, ત્યારે મૂળભૂત સુવિધા વિજળી પણ બરાબર નથી મળતી તેનાથી પાણીની પણ મુશ્કેલી ઊભી થાય છે. મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારીને સ્નાન વિધિ સહીતમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે સ્તવરે વીજ લાઈન રીપેર કરીને વીજ પુરવઠો ફરી કાર્યરત થાય તેવી ગીરનાર તીર્થ ક્ષેત્રના આવેલ ધર્મ સ્થાનોની માંગ ઉઠી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.