BREAKING NEWS / આ જગ્યાએ અંધાધૂંધ ગોળીબારમાં એક સાથે આટલા ના મોત, સુરક્ષાદળોની ગાડીઓમાં પણ આગચંપી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

નાગાલેન્ડ(Nagaland)માં સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી અભિયાનમાં ‘ખોટી ઓળખ’ના કારણે કેટલાય સ્થાનિક લોકો માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક લગભગ એક ડઝન છે. તે જ સમયે સુરક્ષા દળના એક જવાનનું પણ મોત થયું હતું. ઘટના મ્યાનમારની સરહદે નાગાલેન્ડના મોન જિલ્લા(Mon District)ના તીરું ગામ(Tiru Village)ની છે.

શાંતિ માટે અપીલ કરતા, નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયો(Nefiu Rio)એ રવિવારે સવારે ટ્વીટ કર્યું હતું કે, રાજ્યના મોન જિલ્લાના ઓટિંગ ગામમાં બનેલી “દુર્ભાગ્યપૂર્ણ ઘટના” “નાગરિકોની હત્યા” તરફ દોરી ગઈ. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ ટીમ તેની તપાસ કરશે.

સીએમએ ટ્વીટ કર્યું, ‘સોમના ઓટિંગમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નાગરિકોની હત્યા અત્યંત નિંદનીય છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના. ઉચ્ચ સ્તરીય SIT તપાસ કરશે અને જમીનના કાયદા મુજબ ન્યાય કરવામાં આવશે. તમામ વર્ગો તરફથી શાંતિ માટે અપીલ કરવામાં આવી છે.

ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં ફાયરિંગમાં 13 નાગરિકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે. ફાયરિંગની ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સેનાના વાહનોને આગ ચાંપી હતી. ઘટના નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ લોકો ઉગ્રવાદી સંગઠન NSCN સાથે જોડાયેલા હોવાની આશંકાએ સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં આ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી. સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.

નાગાલેન્ડના મુખ્યમંત્રીએ ઘટનાની નિંદા કરી : નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ ઘટનાની તપાસ માટે તેમણે SITની પણ રચના કરી છે. સીએમએ ટ્વીટ કરીને મોનના ઓટિંગમાં નાગરિકોની હત્યા પર દુ:ખ વ્યક્ત કરતાં ઘટનાની નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. આ મામલે SIT તપાસ કરશે અને તે કાયદા અનુસાર ન્યાય અપાવશે. હું બધા જ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું, “નાગાલેન્ડના ઓટિંગ, સોમમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી દુઃખી છું. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય SIT ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે જેથી શોકગ્રસ્ત પરિવારોને ન્યાય મળે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એક સૂચના પર, સુરક્ષા દળોએ તિરુ-ઓટિંગ રોડ પર ઓચિંતો હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ ભૂલથી ગ્રામજનોને આતંકવાદીઓ સમજી ગયા હતા. હુમલામાં ગ્રામજનો માર્યા ગયા પછી, સ્થાનિક લોકો ગુસ્સે ભરાયેલા ટોળામાં ફેરવાઈ ગયા અને સુરક્ષા દળોને ઘેરી લીધા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ “આત્મ-બચાવ” માં ભીડ પર ગોળીબાર કરવો પડ્યો હતો અને ઘણા ગ્રામવાસીઓ ગોળીઓનો ભોગ બન્યા હતા. સુરક્ષા દળોના અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર ઘટના મોન જિલ્લાના ઓટિંગના તિરુ ગામમાં થઈ છે. હુમલામાં માર્યા ગયેલા લોકો એક પિકઅપ મિની ટ્રકથી પરત ફરી રહ્યા હતા. સ્થાનીય લોકોએ જણાવ્યું કે ઘટના કાલે સાજે 4 વાગ્યાની છે. જ્યારે મોડી રાતે પણ લોકો ઘરે પરત ન ફર્યા તો ગામના વોલેન્ટિયર્સ તેમને શોધવા નીકળ્યા. ત્યારે તેમને મૃતદેહો મળી આવ્યા હતા.

ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના બાદ આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અસ્થિરતા સર્જાઇ હોય તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગ્રામીણોએ સેનાનાં વાહનોમાં આગચંપી કરી છે.

ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના બાદ આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અસ્થિરતા સર્જાઇ હોય તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગ્રામીણોએ સેનાનાં વાહનોમાં આગચંપી કરી છે.

નોંધનીય છે કે મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામમાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે પર્ણતુ જ્યારે આ લોકો ઘરે પહોંચ્યા તર ત્યારે ગામમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો લોહી લુહાણ હાલતમાં લોકોના શબ વિખરાયેલા પડ્યા હતા. ઘટનાનાં સમાચાર ફેલાયા બાદ આખા વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને કેટલીક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/05/65_1638683164/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.