અહીં લોકો દાંત ચમકાવવા કરે છે લાખોનો ખર્ચ.

વર્લ્ડ

લંડનમાં દર વર્ષે દાંત ચમકાવવાની 2.5 લાખ પૂછપરછ, લોકોનો સવાલ- હૉલિવૂડ સ્ટાર્સ જેવા દાંત કેવી રીતે બનાવીએ?

  • બ્રિટનમાં શરીર-અંગોને સુંદર બનાવવાનું ચલણ વધી રહ્યું છે, લોકો તે માટે લાખો રૂપિયા ખર્ચે છે
  • માન્ચેસ્ટર, લિવરપૂલવાળા પણ પાછળ નહીં, શેફીલ્ડના લોકો સૌથી બેફિકર

હાલ સમગ્ર વિશ્વ કો-રોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. દોઢ વર્ષમાં શોપિંગ મૉલ, હોટલ, સિનેમા, મનોરંજન પાર્કથી માંડીને દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી સેવાઓ જેવી મોટા ભાગની પ્રવૃત્તિઓ બંધ રહેવા છતાં બ્રિટનના લોકો સાજ-શણગાર પાછળ ઘેલાં છે. તે માટે તેમણે ઓનલાઇન પ્રવૃત્તિઓને માધ્યમ બનાવ્યું. તેમાં સૌથી રસપ્રદ વિષય રહ્યો દાંત ચમકાવવા કે દાંતની સફેદી વધારવા અંગેની પૂછપરછનો. આ બાબતે લંડનવાસીઓ આખા બ્રિટનમાં સૌથી આગળ રહ્યા. ત્યાં 1 વર્ષમાં 2.5 લાખથી વધુ પૂછપરછ દાંત ચમકાવવા અંગે કરાઇ. લોકો તે માટે મોટી રકમ ચૂકવવા પણ તૈયાર જણાયા. બ્રિટનમાં હાથ ધરાયેલા એક સરવેથી આ ખુલાસો થયો છે.

લોકોએ મોતી જેવા દાંત બનાવવા ઉત્સુકતા બતાવી
‘એક્સપ્રેસ ડેન્ટિસ્ટ’ના રિપોર્ટ મુજબ, લંડનવાસીઓ દાંત અંગે સૌથી વધુ પૂછપરછ કરતા જણાયા તો ફૂટબોલઘેલા માન્ચેસ્ટર અને લિવરપૂલ પણ પાછળ નથી રહ્યા. બ્રિસ્ટલ, માન્ચેસ્ટર અને લિવરપૂલમાં આ બાબતે 19,200 લોકોએ માહિતી મેળવી. દાંતની સુંદરતા વધારવા કે દાંત ચમકાવવા બાબતે શેફીલ્ડના લોકો સૌથી પાછળ રહ્યા. જોકે, ત્યાં પણ 5,760 લોકોએ પૂછપરછ કરી. તેમાં પણ ખાસ વાત એ રહી કે લોકોએ પોતાના દાંત પર્લી વ્હાઇટ એટલે કે મોતી જેવા સફેદ બનાવવા અંગે વધુ ઉત્સુકતા દર્શાવી.

10 લાખ પૂછપરછમાંથી 25% તો લંડનવાસીઓની
રિપોર્ટ મુજબ, દાંત ચમકાવવા અંગે 1 વર્ષમાં બ્રિટનમાં 10 લાખથી વધુ લોકોએ પૂછપરછ કરી. તેમાંથી ચોથા ભાગની એટલે કે 25% પૂછપરછ માત્ર લંડનમાંથી કરાઇ. બર્મિંગહામના લોકો બીજા સ્થાને રહ્યા. ત્યાંના 34 હજાર લોકોએ પૂછપરછ કરી. મોટા ભાગના લોકો પોતાના દાંત હૉલિવૂડના કોઇ હીરો કે હીરોઇન જેવા બનાવવા ઇચ્છતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *