લુખ્ખા તત્વોનો આંતક વધ્યો / સુરતમાં લુખ્ખા તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘુસી માલિક સહિ અન્ય લોકો પર કર્યો જીવલેણ હુમલો, તોડફોડ પણ કરી : જોઈલો લુખ્ખાગીરીનો વિડિઓ

સુરત

શહેરના સરથાણા(Sarthana)ની રેસ્ટોરન્ટ(Restaurant)માં શનિવારના રોજ મોડીરાત્રે બબાલ કરી તોડફોડ કરનાર 8 જણા સામે પોલીસે ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં ઘૂસી માલિક સહિત 3 પર હુમલો કરાતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. CCTVના આધારે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી અટક કરી હોવાનું સામે આવ્યું છે.

જેમ ફાવે તેમ તોડફોડ કરાઈ : સરથાણામાં ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટીમાં રહેતા નિલેશ વિનોદભાઇ ભીકડિયા (49) સરથાણામાં નવજીવન હોટલ પાસે શ્રી સાંઇનાથ મલહાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગત શનિવારે મોડીરાત્રે 11:30 વાગ્યે રેસ્ટોરન્ટમાં સાગર ભરવાડ સહિત 8 યુવકો લાકડી-ફટકા સાથે ઘૂસી ગયા હતા. તેઓએ નિલેશભાઇ સાથે ઝપાઝપી કરી હતી. નિલેશભાઇના ભાઇ તથા કારીગર પર હુમલો કરાયો હતો. રાત્રિ કરફ્યુ વચ્ચે મારપીટ કર્યા બાદ આ યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ પણ મચાવી હતી. જેને પગલે રેસ્ટોરન્ટને નુકસાન પહોંચ્યું હતું.

3ને ગંભીર ઈજા પહોંચી : આ ઘટનામાં નિલેશભાઇ સહિત ૩ને ઇજા પહોંચી હતી.સરથાણા પોલીસે નિલેશ ભીકડિયાની ફરિયાદના આધારે આ મામલે સાગર ભરવાડ સહિત 8 જણા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ કરમટાએ આ ગુનામાં ચાર આરોપીની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળે છે.

શહેરના સરથાણામાં ડી માર્ટની પાછળના ભાગમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા નિલેશ વિનોદભાઇ ભીકડિયા (ઉવ 49) સરથાણામાં નવજીવન હોટલ પાસે શ્રી સાંઇનાથ મલહાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. ગયા શનિવારના રોજ મોડીરાત્રે 11:30 વાગ્યે રેસ્ટોરન્ટમાં સાગર ભરવાડ સહિત 8 યુવકો લાકડી-ફટકા સાથે અંદર ઘૂસી ગયા હતા અને તેઓએ નિલેશભાઇ સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી.

નિલેશભાઇના ભાઇ તથા કારીગર પર હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિ કરફ્યુ વચ્ચે મારપીટ કર્યા પછી આ યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ પણ કરી હતી. જેને પગલે રેસ્ટોરન્ટને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટનામાં નિલેશભાઇ સહિત ૩ને ગંભીર ઇજા પહોંચી હતી. સરથાણા પોલીસે નિલેશ ભીકડિયાની ફરિયાદના આધારે આ સમગ્ર મામલે સાગર ભરવાડ સહિત 8 જણા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીએસઆઇ કરમટાએ આ ગુનામાં ચાર આરોપીની અટકાયત કરી હોવાનું પણ માહિતી સામે આવી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

 


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.