પોલીસ અધિકારીઓની રંગરેલિયા / વડોદરાના રંગીન સ્વભાવના ઉચ્ચ પોલીસ અધિકારી તેમની પત્ની ઉપરાંત બે પ્રેમિકા રાખતા હોવાનો ઘટસ્ફોટ, જુઓ ઓડિયો થઇ વાઇરલ : AUDIO

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરા શહેરના એક ઉચ્ચ પોલીસ અધિકારી અને પ્રેમિકા વચ્ચેની મોબાઇલ ફોન પર થયેલી અંગત વાતચીતની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે. અમદાવાદમાં વર્ષો સુધી નોકરી કર્યાં બાદ પ્રમોશન મેળવી વડોદરા આવેલા આ પોલીસ અધિકારીને છાજે નહીં એવી માત્ર બે વચ્ચે થયેલી વાતોમાં અન્ય પ્રેમિકા અને પત્નીનો પણ ઉલ્લેખ છે.

રંગીન સ્વભાવ ધરાવતા અધિકારી સાથેની અંગત વાતો અમદાવાદ રહેતી ખુદ પ્રેમિકાએ જ વાઇરલ કરી હોવાનું માનવામાં આવે છે. 4 ઓડિયો-ક્લિપમાં પહેલી 5 મિનિટ અને 11 સેકન્ડની, બીજી 43 મિનિટ 46 સેકન્ડની, ત્રીજી 3 મિનિટ 50 સેકન્ડની, જ્યારે ચોથી 1 મિનિટ 28 સેકન્ડની છે. મોબાઈલ પર અધિકારી પોતે મહિલા સાથે લાંબા સમયથી પ્રેમમાં હોવાની અને અનેકવાર શારીરિક સંબંધો બંધાયા હોવાની આડકતરી કબૂલાત કરે છે.

મહિલા વાતચીત દરમિયાન બીજી નાની છોકરીની ઉંમરની પ્રેમિકા મળી ગઈ હોવાથી હવે મને તું મળવા પણ તૈયાર નહિ હોવાનો બળાપો વ્યક્ત કરે છે. પ્રેમિકાએ કહ્યું હવે પત્ની માટે સમય છે અને મારો વર્ષો સુધી ઉપયોગ કર્યો હવે મારી યાદ જ નથી આવતી તેવો રોષ ઠાલવે છે. જેના જવાબમાં અધિકારી કાંઇ બોલી શકતો નથી.

હાલમાં તો આ મહિલાએ તેનું શોષણ થતું હોવાની અરજી રાજ્યના પોલીસવડાને કરતા પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરી છે. ઓડિયો ક્લિપ સાંભળતા અધિકારીને પત્ની ઉપરાંત અમદાવાદમાં બે સ્ત્રી મિત્રો હોવાનું પણ ઓડ્યિ કલ્પિ પરથી સ્પષ્ટ થાય છે.

કલીપ 1 નો ઑડિયો સંવાદ ( AUDIO નીચે આપેલો છે )
અધિકારી: બોલ
મહિલા: હલો ..હલ્લો
અધિકારી: બોલને
મહિલા: તમે આવી રીતે વાત કરો છો ને એ મને નથી ગમતું હ. હું શાંતિથી રહું છુ, બધું સારી રીતે કરું છું, તમે કહો એવું બધું કરું છું, તોય કદી… ખબર નઈ આ તો એવું લાગે છે, તમે આવી રીતે કરી કરીને ટાઈમ પાસ કરો છો અને દિવસો કાઢો છો. તમે આમ કરી કરીને મને દૂર કરી દેતા હોય એવું લાગે છે.
અધિકારી: એવું કંઈ ના હોય અને અહીં રાતના કામમાં લાગેલા છે. ફોનની બેટરી ઓછી છે. અહીં મારા અધિકારીઓ પણ આયા છે. મીડિયાવાળા પણ બધા મારી આજુબાજુ હોય અને હું તારી જોડે ચોંટી રહું તો કેવું લાગે?
મહિલા: પણ વાત તો કરી શકાય ને?
અધિકારી:અહીં આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે વાત પણ કરું? મારા ઉપલા અધિકારીઓ પણ અહીં હાજર છે તેમને કેવું લાગે? હું તો તને પ્રેમથી જ કહું છું શાંતિથી જ કહું છું, બીજા કોઈ સેન્સથી નથી કહેતો, ખ્યાલ આયો?
મહિલા: સારું ત્યારે સોમવારે ખરું ને? પાકુંને?
અધિકારી: પણ સોમવારે શાંતિથી જ કરજો હ, મને તો બીક જ બહુ લાગે છે.
મહિલા: પાછું મને પહેલાં જેવું બધું બોલવાનું ચાલુ કરી દેશે, એટલે મને ઝાલ્યું નથી રહેવાતું. એટલે મને એમ થાય કે દરરોજ વાત થાય ને તો મને એવું કંઈ બોલે જ નઈ.
અધિકારી: ના એવું કંઈ નથી.
મહિલા: એટલે કાલે આવવાના છે કે નથી આવવાના?
અધિકારી: કાલનો તેમને ઉજાગરો છે, કાલે શી પરિસ્થિતિ હશે એ મને હમણાં ખબર નથી, એટલે હું તને કહું છું
મહિલા: હા, વાંધો નહિ. તમ તમારે કહેશો ઈમ…
અધિકારી: હા ચાલો.
મહિલા: પણ તમે શાંતિથી કરજો પછી પહેલાં જેવું ના બોલતા કે મને હવે તારી જરૂર નથી. ચાર દિવસે મળીયે તો શાંતિ રાખજો. એવું બધું કંઈ નઈ કરતા, કહી દઉં છું.
અધિકારી: સારું હ… શાંતિથી બસ? ઓકે?

કલીપ 2 નો ઑડિયો સંવાદ
અધિકારી: બોલ શું કહે છે?
મહિલા: ફ્રી થયા હવે…
અધિકારી: હા, બોલ.
મહિલા: તમે કેમ મારી સાથે આવું કરો છો? મૂડ હોય ત્યારે વાત કરો છો અને ના હોય તો બૂમબરાડા કરો છો?
અધિકારી: પણ કોઈ કારણ હોય, કોઈ કામ હોય અને તું વાત કરે તો ઠીક છે, ખાલી ખાલી ફોન કર્યા કરે એ કેવી રીતે ચાલે?
મહિલા: તો શું કરું? મને ચિંતા થાય છે. દવા લીધી? જમ્યા? કંઈ ખાધું?
અધિકારી: હા, ખાધું. તું ઉપવાસ કરે છે પણ પહેલા શરીર સાચવવાનું, તારું ધ્યાન રાખજે.
મહિલા: મને લાગે છે આવું કરીને તમારી ઈચ્છા એવી છે કે હું તમને ભૂલી જાવ, છોડી દઉં પણ હું તને ભૂલવાની નથી. આપડે વર્ષો સુધી સાથે રહ્યાં એ બધું કેવી રીતે ભૂલી શકાય?
અધિકારી: ચાલ, ફોન હવે મૂક. જૂન મહિના સુધી રાહ જો, પછી બધું સારું અને પહેલાં જેવું થઈ જશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/27/03_1651041036/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.