હિજાબ વિવાદની સુરતમાં એન્ટ્રી / સુરતમાં પી.પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ, જુઓ વિરોધ કરતા હિન્દુ સંગઠનોના યુવકો અને પોલીસ વચ્ચે….

ટોપ ન્યૂઝ સુરત

ગુજરાતમાં ફરી હિજાબ વિવાદ વકર્યો છે. આજે સુરતમાં હિજાબને લઈ ફરી વિરોધ જોવા મળી રહ્યો છે. કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આજે પરીક્ષા હોવાથી બહારથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. ત્યારે હિજાબ વિવાદમાં હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. કેટલીક યુવતીઓ હિજાબમાં પરીક્ષા આપવા માટે આવી હતી. ત્યારે હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. આ ઘટનામાં છેલ્લે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને લઈને પોલીસ પહોંચી હતી અને 12 જેટલા હિન્દુ સગઠનના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કર્ણાટકનો હિજાબ વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં શરૂ થયા છે. આજે સુરતના વરાછામાં કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર ભેગા થઈ ગયા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા.

આ ઘટનામાં વિવાદ વધુ વકરે નહીં તેના કારણે પોલીસ તાબડતોડ રીતે ઘટના સ્થળે પહોંચી હતી, અને હિન્દુ સંગઠનોના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતની પીપી સવાની સ્કૂલમાં ફાટી નીકળેલો હિજાબ વિવાદમાં હિન્દુ સંગઠનોએ માંગણી કરી હતી કે આ પ્રકારે તેઓ અહીં હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે. ત્યારબાદ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કરાયો હતો. દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાતમાં હિજાબ વિવાદની સુરતથી એન્ટ્રી થઇ ગઈ છે. સુરતમાં અગાઉ સોશિયલ મીડીયામાં એક પોસ્ટર ફરી રહ્યું હતું. જેમાં હિજાબ મામલે રેલીનું આહવાન કરાઇ રહ્યું હતું. સોશિયલ મીડીયામાં ફરતા પોસ્ટરોથી તંત્રની ચિંતામાં વધારો થયો હતો. હાલ ગુજરાતી વિદ્યાર્થીઓનો એક જ મત શિક્ષણમાં આવું થવું જોઇએ. હિજાબ V/S કેસરી ખેસ શિક્ષણના ધામમાં ન જોઇએ. બોર્ડર પર સૈનિક કોઈ ધર્મને જોઈને સુરક્ષા કરતો નથી. તો અહીં શિક્ષણમાં આવું કેમ?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.