પાકિસ્તાનમાં આવેલું આ હિંગળાજ માતાનું મંદિર મુસ્લિમો માટે પણ બન્યું આસ્થાનું કેન્દ્ર, જુઓ આ કામ કરવાથી દરેકની મનોકામના થાય છે પૂર્ણ

ધર્મ

ભારતની ભૂમિ હિન્દુ ધર્મ સાથે જોડાયેલા અલગ-અલગ દેવી –દેવતાઓના મંદિર અને તેમના સબંધિત ધાર્મિક સ્થળોની ધરતી કહેવાય તો કોઇ રીતે અતિશ્યોક્તિ નહીં થાય.રાજ્ય કે શહેર જ નહીં પણ ડગલે ને પગલે દેવી-દેવતાઓને સમર્પિત સ્મારકો જોવા મળે છે.

ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં એક મંદિરની મહિમા વિશે વાત છે.પાકિસ્તાનમાં મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતા ત્યાં એક હિન્દુ મંદિર આવેલુ છે.પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનું મંદિરમાં ઘણી આસ્થા છે.

પાકિસ્તાન પહેલા ભારતનો જ એક ભાગ હતું પણ આજે તે અલગ દેશ બની ગયો છે.સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન રાજકીય અને સામાજીક સબંધોમાં ખટરાગ જોવા મળે છે.પાકિસ્તાનમાં આવેલા મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે.

ભારતમાં આમ તો ચારણ વંશના પહેલા દેવી હિંગળાજ માતાના ઘણાં મંદિર આવેલા છે.પણ 52 શક્તિપીઠોમાંથી એક આ અદ્ભૂત મંદિર પાકિસ્તાનના કરાચીથી 120 કિલોમીટર દૂર હિંગળ નદીના તટ પર આ અદ્ભૂત મંદિર આવેલું છે.

આ મંદિર વિશે એક એવી માન્યતા છે કે પોતાના પિતા દક્ષ ધ્વારા અપમાનિત થઇને દેવી સતી જ્યારે આત્મદાહ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવને ક્રોધમાં આવીને સંસારથી વૈરાગ્ય લઇ લીધું હતું.તેઓ સતીના શબને પોતાના ખભા પર રાખી બ્રહ્માંડના ચક્કર લગાવતા રહ્યાં હતાં.જ્યાં જ્યાં સતિના શબના અંગ પડ્યા હતા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઇ હતી.

અવું માનવમાં આવે છે કે જે ક્ષેત્રમાં આજે હિંગળાજ માતાનું મંદિર સ્થાપિત છે ત્યાં સતી દેવીનું માંથુ પડ્યું હતું.આ સિધ્ધ મંદિરની યાત્રા કરવા માટે તમારી પાસે બે વિકલ્પ છે.ત્યાં તમે પહાડી વિસ્તારથી યાત્રા કરો અથવા તો પછી મરુસ્થલીથી. આ વિસ્તારની પાસે હિંગળા નદી અને ચંદ્રકૂપ પહાડ છે.આ મંદિરમાં પરિક્રમા કરવા માટે બહુ મોટી ગુફા પણ છે.

તમને જણાવી દઇએ કે આ મંદિરમાં માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ ધર્મના લોકો પણ ઊંડી આસ્થા ધરાવે છે. અહીં મુસલમાનોના નાની પીરનું સ્થાન પણ છે.

કહેવાય છે કે હિન્દુ ચાર ધામની યાત્રા કરી, કાશીના પાણીમાં સ્નાન કરી લે, અયોધ્યા મંદિરમાં પૂજા-પાઠ કરી લે, પણ જો આ હિંગળાજ માતાના મંદિરમાં દર્શન કરી લે તો આ બધા દર્શન અને યાત્રાનું પુણ્ય એક જ જગ્યાએથી મળી જાય છે.

એવું કહેવામાં આવે છે કે અહીં રાત્રી ના સમયે તમામ દેવીઓ ભેગા થઇને રાસ કરે છે અને દિવસ થતાની સાથે જ તેઓ હિંગળાજ માતામાં સમાઇ જાય છે.

આસ્થાની સામે કોઇ તર્ક-વિતર્કની સંભાવના નથી રહેતી. વિશ્વાસ હોય તો પત્થરમાં પણ ઇશ્વર દેખાઇ જાય છે. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની ગયું છે. તેની માન્યતા અને આસ્થાના ચત્કારને અહીં આવનારા શ્રધ્ધાળુ જ અનુભવી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.