અમિત શાહ આ ખાસ કામ માટે ગુજરાત આવશે / મોદી સરકારમાં મોટા ફેરફાર બાદ હવે ગુજરાત પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ, જાણો કેમ ખાસ છે મુલાકાત

ગુજરાત ટોપ ન્યૂઝ

ગૃહમંત્રી અમિતશાહ 10 જુલાઈના રોજ સાંજે અમદાવાદ આવશે. 27 કરોડના વિકાસના કાર્યોનું તેઓ લોકાર્પણ કરવાના છે. સાથેજ જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં પણ તેઓ ભાગ લેશે

  • 10 જુલાઈના રોજ સાંજે ગૃહમંત્રી અમદાવાદ પહોચશે 
  • મંગળા આરતીમાં પણ હાજર રહેશે 
  • 27 કરોડના વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અમદાવાદમાં આવવાના હતા જેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમિતશાહ 11 તારીખે અમદાવાદ આવવાના હતા પરંતુ હવે તેઓ 10 તારીખના રોજ અમદાવાદ આવવાના છે. 11 તારીખના રોજ તેઓ અમદાવાદમાં કેટલાક લોકારપ્ણ કાર્યોમાં પણ હાજર રહેશે.

10 જુલાઈના રોજ સાંજે પહોચશે 

રથયાત્રાના દિવસે તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં સવારે મંગળા આરતીમાં ભાગ લેશે. અમદાવાદમાં તેઓ સાજે 10 જુલાઈના રોજ પહોચશે. અમિતશાહ આ વખતે અમદાવાદમાં 27 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવાના છે. જેમા 11 તારીખે તેઓ સાણંદ APMCનુ લોકાર્પણ અને ખાત મૂહૂર્ત પણ કરાવાના છે. આ સિવાય તેઓ સાઉથ બોપલમાં સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવા પણ જવાના છે.

અગાઉ પણ 80 કરોડના ફ્લાયઓવરોનું લોકાર્પણ કર્યું હતું 

આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ 20 જૂને અમદાવાદ આવ્યા હતા.  તે સમયે તેમણે 80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થેયલા ત્રણ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું, હાલ રથયાત્રા નિકળશે કે નહી નિકળે તે મામલે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. પરંતુ રથયાત્રાની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલી રહી છે.

મંદિર અને પોલીસ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી 

જગન્નાથ મંદિર અને પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વખતે જો રથયાત્રા નીકળી તો બંદોબસ્ત પણ કઈક અલગ રીતે રાખવામાં આવશે તે વાત પાક્કી છે. ખાસ કરીને રથયાત્રા જે રૂટમાં નીકળે છે તે બધાજ રસ્તાઓને બ્લોક કરવામાં આવી શકે છે. સાથેજ ભીડ જરા પણ એકઠી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.