સુરતમાં MLA બેફામ બન્યા / ધારાસભ્ય અરવિંદ રાણાની માનમાની તો જુઓ, જાહેર રોડ પર ગેરકાયદેસર દીવાલ ચણી દીધી અને કહ્યું….

ટોપ ન્યૂઝ સુરત

શહેરના કોટસફિલ રોડ(Coatesfield Road) પર ડીકેએમ હોસ્પિટલની બાજુમાં ધારાસભ્ય અરવિંદ રાણા(MLA Arvind Rana)એ સમાજ માટે પાર્કિંગ બનાવવા 60 ફૂટની દિવાલ મુખ્ય રોડ પર ચણી દીધી છે. આ કામ માટે પાલિકા પાસે કોઈ મંજૂરી લેવાઈ નથી. પાલિકાના જવાબદાર અધિકારીએ કહ્યું કે, અમને આ દિવાલ વિશે કંઈ ખબર નથી. કોઈ મંજૂરી આપી નથી. દિવાલ તોડી પડાશે.

બે દિવસ પહેલાં જ સ્ટેન્ડિંગ ચેરમેને ગેરકાયદે કબજાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પાઠ ભણાવવા ગર્જના ભરી હતી. એટલું જ નહીં પણ શહેરભરમાં આવેલા પાલિકાના વિવિધ હેતુના ઓપન પ્લોટને 3 કરોડ રૂપિયાના ખર્ચે સુરક્ષા બાઉન્ડરી મારવા આદેશ પણ કરાયા હતા. કોટ્સફિલના કેસમાં ધારાસભ્યએ રોડ પર બનેલી દિવાલ નજીકની વાડીના પાર્કિંગ માટે નિર્માણ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે આ બાંધકામની પાલિકામાંથી કોઇ પરવાનગી લીધી ન હોવાનું પણ ઉમેર્યું હતું.

ઐતિહાસિક ગોપીતળાવની મુલાકાતે આવતા લોકોની ભીડના લીધે આ માર્ગ સતત વ્યસ્ત રહે છે, જેને વધુ પહોળો કરી આઇકોનિક બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. જો કે, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અહીં ડામર રોડ તરીકે વર્ષોથી ચાલી આવતી હોવા છતાં આ જગ્યાએ કોઇ પણ પરવાનગી વિના જ પાકી કમ્પાઉન્ડ વોલમાં કેદ કરી લેવામાં આવી છે.

કાર્યપાલક ઇજનેર બીપીન ભટ્ટે કહ્યું છે કે, સ્થળ પર તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ અંગે વિભાગને કોઇ જાણકારી નથી. જમીનની સોપણી કોઇને કરેલ નથી. દીવાલ કોણ બનાવી રહ્યું છે તેની તપાસ કરવા સૂચના આપી છે. જો કે, પરવાનગી ન હોવાથી તેને તોડી પાડવામાં આવશે.

દિવાલ તોડી પડાશે. બે દિવસ પહેલાં જ સ્ટેન્ડિંગ ચેરમેને ગેરકાયદે કબજાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી પાઠ ભણાવવા ગર્જના ભરી હતી. એટલું જ નહીં પણ શહેરભરમાં આવેલા પાલિકાના વિવિધ હેતુના ઓપન પ્લોટને 3 કરોડ રૂપિયાના ખર્ચે સુરક્ષા બાઉન્ડરી મારવા આદેશ પણ કરાયા હતા. કોટ્સફિલના કેસમાં ધારાસભ્યએ રોડ પર બનેલી દિવાલ નજીકની વાડીના પાર્કિંગ માટે નિર્માણ કરાઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે આ બાંધકામની પાલિકામાંથી કોઇ પરવાનગી લીધી ન હોવાનું પણ ઉમેર્યું હતું.

ઐતિહાસિક ગોપીતળાવની મુલાકાતે આવતા લોકોની ભીડના લીધે આ માર્ગ સતત વ્યસ્ત રહે છે, જેને વધુ પહોળો કરી આઇકોનિક બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. જો કે, સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અહીં ડામર રોડ તરીકે વર્ષોથી ચાલી આવતી હોવા છતાં આ જગ્યાએ કોઇ પણ પરવાનગી વિના જ પાકી કમ્પાઉન્ડ વોલમાં કેદ કરી લેવામાં આવી છે.

સ્થળ પર તપાસ કરવા માટે સૂચના અપાઈ છે
આ અંગે વિભાગને કોઇ જાણકારી નથી. જમીનની સોપણી કોઇને કરેલ નથી. દીવાલ કોણ બનાવી રહ્યું છે તેની તપાસ કરવા સૂચના આપી છે. જો કે, પરવાનગી ન હોવાથી તેને તોડી પડાશે. બીપીન ભટ્ટ, કાર્યપાલક ઇજનેર


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.