રાશિફળ ૧૭ મે ૨૦૨૧ : આ રાશિના જાતકોના આત્મબળમાં થશે વધારો, કાર્યમાં મળશે અદભુત પરિણામ

રાશિફળ

મેષ રાશિ

આ સમય સખત મહેનત અને પરીક્ષાનો છે. તેમ છતાં સમય બદલવાની સાથે તમે કેટલીક નીતિઓ બનાવેલી છે તેમાં સફળતા મળશે. થોડો સમય આત્મકેન્દ્રી બનીને ચિંતનમાં લગાવવો, તો તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. કોઈ અશુભ સમાચાર મળવાથી મનમાં ઉદાસી જેવી સ્થિતિ રહેશે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરવો કારણકે અત્યારે તેનું સારું પરિણામ નહીં મળે. બાળકોની સમસ્યાઓ પર ધ્યાન આપવું. વ્યાપારિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરવી. એક નાનકડી ભૂલને લીધે મોટો ઓર્ડર હાથમાંથી નીકળી શકે છે અથવા તો ડીલ કેન્સલ થઈ શકે છે. જો કામના ક્ષેત્રે કેટલાક પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હોય તો વસ્તુના નિયમોનું પાલન કરવું. પતિ-પત્નીના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા અને સામંજસ્ય વાળું બની રહેશે.

વૃષભ રાશિ

તમારી છુપાયેલી પ્રતિભા અને યોગ્યતાને ઓળખવી તેમજ સાચી દિશામાં પ્રયત્નો કરવા, તો તમને કોઈ સફળતા જરૂર મળશે. સમય મુજબ કરવામાં આવેલા કામના પરિણામો પણ સારા મળશે. આળસ ન કરવી. ઘણી વખત વધારે વિચાર કરવાને લીધે સમય હાથમાંથી નીકળી શકે છે. જો ઘરમાં પરિવર્તન સાથે જોડાયેલી કોઇ યોજના બની રહી હોય તો અત્યારે ઉતાવળ કરવી યોગ્ય નથી. તમારા વિરોધીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. આ પ્રતિસ્પર્ધા દરમિયાન વધારે મહેનત કરવાની જરૂર છે. કોઈપણ નિર્ણય લેવામાં સમય ન લગાવવો. નોકરી કરતા લોકો પોતાના લક્ષ્યને મેળવવામાં સફળ રહેશે. પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. લગ્ન બહારના સંબંધોથી દૂર રહેવું. તેની ખરાબ અસર તમારા સુખ શાંતિ ઉપર પડી શકે છે.

મિથુન રાશિ

ગ્રહનું પરિભ્રમણ ઉચિત બનેલું છે. તમારા બધા કામ સારી રીતે પૂરા થતા જશે જેનાથી તમારા મનમાં શાંતિ રહેશે. સકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ વધારવો. તેનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. કોઈ નજીકના મિત્ર અથવા તો સંબંધીઓ સાથે મનમુટાવ થઇ શકે છે. બીજાના અભિમાન અને ગુસ્સા સામે તમારે તમારી ઉર્જા બરબાદ ન કરવી તથા શાંતિ બનાવી રાખવી. ખર્ચાની સ્થિતિ બની રહેશે પરંતુ તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખવું. કામના ક્ષેત્રે વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે જેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું, કારણ કે અત્યારે કોઈ પણ મહત્વનો નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી. નોકરી કરતા લોકોને ઓફિસના કામ ઘરેથી કરવામાં કેટલીક મુશ્કેલીઓ આવશે. પતિ-પત્ની વચ્ચે કોઈ નાનકડી વાતને લઈને તકરાર થઇ શકે છે. ધ્યાન રાખવું કે ઘરની વાત બહાર ન નીકળે. પ્રેમ સંબંધોમાં નજીકતા બની રહેશે.

કર્ક રાશિ

સમાજસેવાની ગતિવિધિઓમાં તમારૂ ખાસ યોગદાન રહેશે. તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જે લક્ષ્યને મેળવવા માટે તમે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા આજે તેનું યોગ્ય પરિણામ મળી શકે છે. બપોર પછીના સમયે કોઈ અશુભ સમાચાર મળી શકે છે પરંતુ નકારાત્મકતાને લીધે પરિસ્થિતિઓનો સામનો કરવાના પ્રયત્નો કરવા. ઘરે વડીલોના માર્ગદર્શન અને સાનિધ્યમાં સમય પસાર કરવાથી મનોબળ વધશે. વર્તમાન પરિસ્થિતિઓને લીધે અત્યારે ઉત્પાદન ક્ષમતામાં જે અછત ચાલી રહી હતી તેમાં સુધારો આવશે, પરંતુ સાથે જ કોઈ મોટા ખર્ચા પણ સામે આવી શકે છે. હિંમત ન હારવી અને વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારી કાર્ય પ્રણાલી સાથે જોડાયેલા કેટલાક સુધારાઓ લાવવા. કોઈ પણ મુશ્કેલીમાં જીવનસાથી અથવા તો પરિવારના સભ્યોની સલાહ લેવી જરૂરી છે, તેનાથી તમારા મનોબળમાં વધારો થશે અને સંબંધો સારા બનશે.

સિંહ રાશિ

તમારા નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજણ દુર થશે. સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. આર્થિક ગતિવિધિઓમાં સુધારો થશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્રિયા કલાપોમાં સમય પસાર થશે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કોઇની વાતોમાં ન આવીને તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. કોઈપણ જગ્યાએ પૈસા ઉધાર આપતા પહેલા તે પાછા ક્યારે મળશે તે નક્કી કરી લેવું. વ્યવસાયમાં ઉત્પાદનની સાથે સાથે માર્કેટિંગ સાથે જોડાયેલા સંપર્ક સૂત્રો વધારવામાં પણ ધ્યાન આપવું. મીડિયા સાથે જોડાયેલ તેમજ ઓનલાઈન કામ શીખવાના પ્રયત્ન કરવા. કારણ કે તેના દ્વારા વ્યવસાયને ગતી મળી શકે છે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે સહયોગાત્મક વલણ રાખવું જેનાથી ઘરની સુખ-શાંતિ અને અનુશાસન બની રહે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

કન્યા રાશિ

મિત્રો તેમજ સંબંધીઓ સાથે સંપર્ક વધશે. તેમજ ખાસ મુદ્દા પર વાતચીત થશે. ઓનલાઇન મીટીંગ અથવા તો સેમિનારમાં તમારા વિચારોને મહત્વતા આપવામાં આવશે. જેનાથી તમારી અંદર નવી ઊર્જા અને સ્ફૂર્તિ અનુભવશો. યુવાનોએ બિનજરૂરી વાતોમાં સમય બરબાદ ન કરવો અને કારકિર્દી અને અભ્યાસ પર ધ્યાન આપવાની જરૂર છે. વાહન વગેરે ઉપર કોઈ મોટા ખર્ચા થઈ શકે છે. તણાવને લઈને સમસ્યાઓનો ઉકેલ મેળવવાના પ્રયત્ન કરવા. વ્યવસાયિક ગતિ વિધિઓમાં સુધારો આવશે. કર્મચારી અને સહયોગીઓ સાથે સારા સંબંધો રાખવા તેની કાર્યક્ષમતાને વધારશે. નોકરી કરતા લોકો ઉપર ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ રહેશે. ઘરનું વાતાવરણ સુખમય બની રહેશે. બાળપણના મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી કરશો.

તુલા રાશિ

તમે તમારી વાતચીત અને વ્યવહારની કુશળતા દ્વારા બીજાને પ્રભાવિત કરવામાં સક્ષમ રહેશો. આ ગુણોથી તમને તમારી આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં સફળતા મળશે. પારિવારિક સુખ સુવિધાઓ સંબંધી ઓનલાઇન શોપિંગમાં સમય પસાર થશે. ઘરના વડીલ સભ્યોના આરોગ્યને લઇને તેની નિમિત્તે સાર સંભાળ અને સેવાની જરૂર છે. ક્યારેક ક્યારેક ખર્ચાઓ વધારે રહેવાને લીધે મન ચિંતિત રહેશે, પરંતુ પરિસ્થિતિઓ અનુકૂળ બની જશે એટલા માટે ધીરજ બનાવી રાખવી. વ્યવસાયમાં પ્રભાવશાળી વ્યક્તિની સલાહ અને મદદ તમને કોઈ નવી ઉપલબ્ધિ અપાવી શકે છે. સરકારી સેવા કરતા લોકોને પણ પોતાના કામ પ્રત્યે યોગ્ય મહેનત કરીને ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મળશે. લગ્ન ન થયેલા હોય એ લોકોના લગ્ન માટે સારો સંબંધ આવી શકે છે. વધારે વિચારવું નહિ અને આગળ વધવું. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

વૃષીક રાશિ

સંબંધીઓ તેમજ પાડોશીઓ સાથેના સંબંધોમાં મધુરતા વધશે. તમારી કાર્ય કુશળતા તથા યોગ્યતાની પ્રશંસા થશે. તમારા રસવાળા તેમજ રચનાત્મક કાર્યોમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં ચાલી રહેલા તણાવને લઈને તમે ચિંતિત રહેશો. તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ ઘણી બધી રીતે સંબંધોમાં સુધારો લાવી શકશે. આ સમયે તમારી આર્થિક ગતિવિધિ ઉપર ધ્યાન આપવું. વ્યવસાયમાં મહેનત વધારે અને પરિણામ ઓછું જેવી સ્થિતિ રહેશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં ધીરજ બનાવી રાખવી ઉચિત છે. આ સમયે તમારી કાર્યપ્રણાલીમાં સુધારો લાવવાની જરૂર છે. ઓફિસમાં વધારે પડતી ગતિવિધિઓ ઉપર કામ કરવું પડશે. તમારી વ્યસ્તતાને લીધે પરિવારની સારસંભાળમાં જીવનસાથીનો પૂરો સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં મર્યાદા બની રહેશે.

ધન રાશિ

આજે પારિવારીક તેમજ સામાજિક સમસ્યાઓ ઉકેલવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે. તમારા માટે સન્માન વાળી પરિસ્થિતિઓ બને છે. લાભદાયક સંપર્કો સ્થાપિત થશે. ગ્રહની સ્થિતિ અનુકૂળ છે એટલા માટે તેનો સદુપયોગ કરવો. અકસ્માતે જ કેટલાક એવા ખર્ચાઓ આવશે જે ઉપર કાબૂ રાખવો સંભવ નહીં બને. કોઈપણ વાદવિવાદ દરમ્યાન ધીરજ અને શાંતિ બનાવી રાખવી. અજાણ્યા વ્યક્તિઓ સાથે વધારે મેલ મિલાપ ન રાખવો. વ્યવસાય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન કરવી. બીજી ગતિવિધિઓ સાથે તમારા કાર્ય ક્ષેત્ર પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે કોઈપણ સારો ઓર્ડર મળી શકે છે. ઓફિસના કામને લઈને કોઈ સહયોગી સાથે બોલાચાલી થઈ શકે છે. બહારના વ્યક્તિઓની દખલગીરી ઘરની વ્યવસ્થામાં પરેશાનિઓ ઉભી કરી શકે છે. તમારી થોડી સમજદારીથી ઘરનું વાતાવરણ મધુર બની રહેશે.

મકર રાશિ

કોઈ જગ્યાએ ઉધાર આપેલા પૈસા પાછા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પૈસા જોડાયેલી બાબતો અટકેલી હોય તો તેનો ઉકેલ લાવવા માટે યોગ્ય સમય છે. તમારા સારા સ્વભાવને લીધે લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ અને સંયમ બનાવી રાખવો. ગુસ્સા અને આવેશમા કરવામાં આવેલા કામ બગડી શકે છે. કોઈપણ અસમંજસની સ્થિતિમા અનુભવી વ્યક્તિની સલાહ લેવી સારી રહેશે. વ્યવસાયમાં પરેશાનીઓ વધી શકે છે જેની નકારાત્મક અસર તમારી વ્યવસાયિક વ્યવસ્થા અને કાર્યપ્રણાલી ઉપર પણ પડશે, ગભરાવાની બદલે હિંમત અને સાહસથી કામ લેવું. સંપર્ક સૂત્રોના સહયોગ દ્વારા સમસ્યાઓ ઉકેલવાના પ્રયત્નો કરવા. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. પરંતુ વિપરિત લિંગના લોકો સાથે વધારે મેલજોલ ન રાખવો, કારણ કે તેના લીધે તમારા માન-સન્માન પર અસર થઈ શકે છે.

કુંભ રાશિ

આજે બહારની ગતિવિધિઓની અપેક્ષાએ તમારા વ્યક્તિગત અને પારિવારિક કામ ઉપર વધારે ધ્યાન આપવું. તમારી સાથે જોડાયેલા કામને પૂરા કરવાના પ્રયત્નો કરવા. કોઈ પારિવારિક બાબતનો ઉકેલ આવવાથી ઘરનું વાતાવરણ સુખદ રહેશે. સંતાનોના અભ્યાસ અથવા તો કારકિર્દીને લઈને ચિંતા રહેશે. તમારા સંપર્ક દ્વારા કોઇ સમાધાન મળશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે તમારે ગુપ્ત વાતો શેર ન કરવી, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. આજે કોઈપણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે સમજી વિચારી લેવું. કોઇપણ કર્મચારીની સલાહ પર ધ્યાન આપવું. આ સમયે તમારી વ્યવસાયિક વ્યવસ્થા તથા કાર્યપ્રણાલીમાં નવા બદલાવ લાવવાનું યોગ્ય પરિણામ મળશે. તમારા તણાવની અસર તમારા વૈવાહિક જીવન ઉપર પડી શકે છે. વધારે તણાવ લેવાને બદલે પરિસ્થિતિઓનો ઉકેલ મેળવવાના પ્રયત્ન કરવા. યુવાનોએ પોતાની મિત્રતામાં ગેર સમજણ ન થવા દેવી.

મીન રાશિ

આજે કોઈ સુખદ સમાચાર મળવાથી મન ખુશ રહેશે અને સકારાત્મકતા આવશે. સંતાનો તરફની ચિંતા દૂર થશે. જેનાથી તમે વ્યક્તિગત કામ પર સારી રીતે ધ્યાન આપી શકશો અને ઉત્તમ પરિણામ મેળવી શકશો. કોઈપણ નિર્ણય લેતા સમયે દિલની અપેક્ષાએ મગજથી કામ લેવું. ભાવનાઓમાં વહીને તમે તમારૂ નુકસાન કરી શકો છો. વધારે સારું રહેશે કે કોઈપણ મુશ્કેલીમાં વડિલ વ્યક્તિઓની સલાહ જરૂર લેવી. વિદ્યાર્થીઓએ તેના અભ્યાસ સિવાય બીજી ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં તમને મહેનત મુજબ પરિણામ મળશે. આ સમયે કોઇપણ ફોન કોલને અવગણવા નહીં, કારણ કે તેના દ્વારા તમને કોઈ મહત્વનો ઓર્ડર મળી શકે છે. રૂપિયા પૈસાની લેવડ દેવળ કરતા સમયે સાવધાની રાખવી. પતિ-પત્નીના સંબંધોમાં સામંજસ્ય બની રહેશે. યુવાનોના પ્રેમસંબંધો મધુર અને મર્યાદિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *