રાશિફળ ૧૮ મે ૨૦૨૧ : આ રાશિના જાતકોની સ્ફૂર્તિમાં થશે વધારો, સમસ્યાનું મળી શકશે સમાધાન

રાશિફળ

મેષ રાશિ

આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટેના પ્રયત્નોમાં થોડું પરિવર્તન લાવશો તો તેમાં તમને સફળતા મળશે. થોડો સમયે ઘરના કામમાં તેમજ બાળકો સાથે પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. કોઇ મિત્ર સાથે મહત્વપૂર્ણ વાતચીત સંભવ છે. ધ્યાન રાખો કે બીજાની વાતોમા આવીને તમે કોઈ ખોટો નિર્ણય પણ લઈ શકો છો, જેની અસર તમારા પરિવારની વ્યવસ્થા પર પડશે. પરંતુ ક્યારેય પણ સમજ્યા વિચાર્યા વગર તરત જ પ્રતિક્રિયા ન આપવી તેમજ શાંતિ બનાવી રાખવી. બહારની પાર્ટીઓ તરફથી વ્યવસાયિક ઓર્ડર મળી શકે છે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. પરંતુ કોઈ બીજાની વાતોમાં ન આવીને તમારે તમારી યોગ્યતા પર વિશ્વાસ રાખવો નહિંતર કોઈ તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. દાંપત્યજીવન સુખી અને ખુશનુમા બની રહેશે. પતિ-પત્ની વચ્ચે આપસી સહયોગ અને સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થાને ઉચિત બનાવી રાખવી.

વૃષભ રાશિ

પારિવારિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા બનાવી રાખવામાં તમારૂ ખાસ સહયોગ રહેશે. તમારા રસવાળા કામમાં થોડો સમય પસાર કરવો, તેનાથી તમારી પ્રતિભાને નિખારવાનો ચાન્સ મળશે અને તમને અંદરથી ખુશીનો અનુભવ થશે. નકારાત્મક પ્રક્રૃતિના લોકો સાથે વધારે મેલ મિલાપ ન રાખવો કારણ કે તેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ થઈ શકે છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો કોઈ ખાસ મિત્રોની સલાહ લેવી જરૂરી છે. વ્યવસાય સાથે જોડાયેલા કામમાં આજે પરિસ્થિતિ સારી રહેશે પરંતુ નિર્ણય લેવામાં વધારે વિચાર ન કરવો નહીતર કોઈ સારી ઉપલબ્ધિ હાથમાંથી નીકળી શકે છે. મિલકત સાથે જોડાયેલા કામમાં ખૂબજ સાવધાની રાખવી. પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને નોક જોક રહેશે. બીજાની નાની-નાની વાતોને અવગનવી તેમજ એકબીજા વચ્ચે સામંજસ્ય બનાવી રાખવું.

મિથુન રાશિ

તમે તમારા આત્મવિશ્વાસ અને સૂઝબૂઝથી નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ પરિવારનું મનોબળ બનાવીને રાખશો. કોઈને પૈસા ઉધાર આપેલાં હશે તો આજે તેમાંથી થોડા પાછા મળી શકે છે. મીડિયા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં સમય પસાર થશે અને નવી નવી જાણકારી ઓ માંથી કંઇક શીખવા મળશે. ક્યારેક ક્યારેક કોઈ ખાસ કામ સાથે જોડાયેલ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. આ સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી ઉચિત રહેશે. પારિવારિક બાબતોમાં વધારે દખલગીરી અને રોકટોક ન કરવી. વ્યવસાયમાં પરિસ્થિતિ થોડી સારી રહેશે પરંતુ રિસ્ક લેવા વાળા કામમાં અત્યારે રોકાણ ન કરવું, કારણ કે તેમાં નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકોને આજના દિવસે કોઈ મહત્વનું કામ મળી શકે છે, જેને લીધે વ્યસ્તતા રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર બની રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક ન જીકતા વધશે અને સંબંધો ગાઢ બનશે.

કર્ક રાશિ

આરોગ્યમાં સુધારો આવશે અને પોતાની જાતને ઊર્જાવાન અને સ્ફૂર્તિથી ભરેલા અનુભવશો. અટકેલા કામ પૂરા કરવાના પ્રયત્નો કરશો તો સારી સફળતા મળશે. ઘરના વડીલ સભ્યોનો સહયોગ અને માર્ગદર્શન મળશે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિની જાણકારી મળવાથી મન ચિંતિત રહેશે. ગુસ્સા અને આવેશમા આવવાને બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓ ઉકેલવાના પ્રયત્નો કરવા. મોસાળ પક્ષ સાથેના સંબંધો સારા બનાવી રાખવા. વ્યવસાયની ગતિવિધિઓમાં આ સમયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે સમજી વિચારી લેવું. કાગડિયા અને ફાઇલ સાથે જોડાયેલા કામમાં બેદરકારી કરવી સારી નથી. દાંપત્યજીવનમાં મધુરતા બનાવી રાખવા માટે તમે ખાસ પ્રયત્નો કરશો. યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય બરબાદ કરીને પોતાની કારકિર્દી ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

સિંહ રાશિ

વધારે સારો સમય પસાર કરવા માટે મિત્રો તેમજ સંબંધીઓ સાથે ફોનના માધ્યમથી વાર્તાલાપ કરતા રહેવું. તેમજ કેટલાક ખાસ મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ થવાથી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળી રહેશે. થોડો સમય તમારા મનપસંદ કામમાં પણ પસાર કરવો. ક્યારેક ક્યારેક તમારે જે અથવા તો કોઇ વાત પર અડગ રહેવાને લીધે પિતરાઇ ભાઇ બહેનો સાથેના સંબંધોમાં ખટાશ રહી શકે છે. અસમંજસની સ્થિતિ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. બહારની ગતિ વિધિઓમાં વધારે સમય પસાર ન કરવો. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. કોઈ કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. વધારે સારું રહેશે કે તમારે પોતાની જાતે જ નિર્ણય લેવા. તમારી કોઈપણ મુશ્કેલીમાં જીવનસાથી તેમજ પરિવારના સભ્યોની સલાહ અને સહયોગ ખુબ જ શાંતિ દાયક રહેશે. વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત અથવા ફોન દ્વારા વાતચીત થશે અને જૂની યાદો તાજી થશે.

કન્યા રાશિ

સમય સામાન્ય રીતે પસાર થશે તેમ છતાં વિપરીત પરિસ્થિતિઓમાં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ બની રહેશે. તમારા માતા તરફથી તમને ખાસ સહયોગ મળશે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસની સાથે સાથે બીજા ક્ષેત્રોમાં પણ રસ બની રહેશે. કોઈ નાના બાળકના આરોગ્યને લઇને ચિંતા રહી શકે છે, પરંતુ વધારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થઈ જશે. ગુસ્સામાં આવીને ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો કારણ કે તેનાથી સંબંધો ખરાબ થઈ શકે છે. શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવી ઉચિત રહેશે. વ્યવસાયમાં ગતિવિધિઓ અત્યારે ધીમી રહેશે. ભાગીદારી વાળા વ્યવસાયમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી નવી જાણકારી મેળવવી, જેનાથી તમે તમારા વ્યવસાયની ગતિ આપવામાં સક્ષમ રહેશો. જીવનસાથીની કોઈ વાતથી તમે નારાજ થઈ શકો છો. સંબંધોને ખુશનુમાં બનાવી રાખવા માટે કામમાં સહયોગ કરવો અને ભેટ આપવી ઉચિત રહેશે.

તુલા રાશિ

આજે ભાગ્ય પુરી રીતે તમારા પક્ષમાં છે. સાથે જ પિતા અથવા તો પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ અને માર્ગદર્શન તમને મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારી આસ્થા વધશે જેનાથી તમને શાંતિ મળશે. અત્યારે તમારો શંકા અને વહેમ કરવાનો સ્વભાવ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, માટે તમારી આ ટેવ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવા. તણાવની સ્થિતિમાં તમારા કામ અધુરા રહી શકે છે. વ્યવસાયમાં ઉતાર-ચડાવ બની રહેશે પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને લીધે સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. ભાગીદારી વાળા કામમાં અત્યારે સ્થિતિ સામાન્ય રહેશે. ઓફિસે સાથે જોડાયેલ કામને લઈને આજે અધિકારીઓ સાથે મિટિંગ થશે. પરિવારનું વાતાવરણ શાંત રહેશે તેમજ બધા સભ્યો એકબીજા પ્રત્યે સહયોગ અને વિશ્વાસની ભાવના રાખશે.

વૃષીક રાશિ

આજે કોઈ સમાજ સેવા સંસ્થા પ્રત્યે તમારો ખાસ સહયોગ અને સેવાનો ભાવ રહેશે, જેનાથી તમને માનસિક અને આત્મિક શાંતિ મળશે અને તમારા કામની પ્રશંસા થશે. તમારા કોઈ અટકેલા મહત્વના કામ બની શકે છે. બીજી ગતિવિધિઓ સાથે ઘરની વ્યવસ્થા પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક ક્યારેક તમે પારિવારિક બાબતોમાં હસ્તક્ષેપ કરી શકો છો જેને લીધે મુશ્કેલી રહેશે. તમારી આ ટેવમાં સુધારો લાવવો તેમજ સંબંધોમાં કડવાહટ ન આવવા દેવી. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ રહેશે. પરંતુ સમયનો સદ્ઉપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. સરકારી સેવા કરતા લોકો પર કામનું ભારણ વધી શકે છે અને આ સમયે તેને પૂરા કરવા એક ચુનોતી રહેશે. પ્રેમસંબંધોમાં પરિવારની સ્વીકૃતિ લેવા માટે સમય અનુકૂળ છે એટલા માટે ઘરમાં વાત કરવી. પતિ-પત્નીના સંબંધોમાં સામંજસ્ય બની રહેશે.

ધન રાશિ

કોઈ પ્રભાવશાળી તેમજ અનુભવી વ્યક્તિની સલાહથી તમે તમારા કામ સારી રીતે પૂરા કરી શકશો. યુવાનો મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી નવી જાણકારી મેળવશે. તેને લીધે ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણય લેવામાં ખૂબ જ સહાયતા મળશે. તમારા ઉપર કામનું ભારણ વધારે રહેવાથી પરેશાન રહી શકો છો. તમારા કામ ને બીજા સાથે વહેંચવાના પ્રયત્નો કરવા. થોડો સમય આત્મમનન તથા આત્મચિંતનમાં પસાર કરવો જરૂરી છે, તેને લીધે તમારી અંદર સકારાત્મકતા આવશે. લોકો સાથે ડીલ કરવા માટે અને માર્કેટિંગ સાથે જોડાયેલી ગતિ વિધિઓ ઉપર વધારે ધ્યાન આપવું. ફોન તેમજ ઓનલાઇન કાર્યપ્રણાલી દ્વારા તમારા ઘણા બધા વ્યવસાયિક કાર્ય બની શકે છે. સરકાર સાથે જોડાયેલા કોઈપણ કામમાં ઉચ્ચ અધિકારીઓની લીધે મુશ્કેલી ઉભી થઈ શકે છે પરંતુ વાદવિવાદ જેવી સ્થિતિ ઊભી ન થવા દેવી. તમારી કોઈપણ મુશ્કેલી તમારા જીવનસાથી સાથે શેર કરવી. તમારી સમસ્યાનું સમાધાન મળશે અને સંબંધોમાં નજીકતા આવશે.

મકર રાશિ

આજે સ્થિતિ અનુકૂળ છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળશે. આવકના સ્ત્રોત વધારવા માટે કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ રહેશે. લગ્ન ન થયા હોય એ લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે. આવક વધવાની સાથે સાથે ખર્ચાઓ પણ મળશે. ધ્યાન રાખો કે કોઈ બીજા વ્યક્તિને લીધે તમને કોઈ નુકસાન ન થાય. ઉચિત રહેશે કે પારિવારિક બાબતોમાં બીજાની દખલગીરી ન થવા દેવી. વ્યવસાયમાં પરિસ્થિતિ થોડી નકારાત્મક રહેશે. એટલા માટે કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો. વધારે સારું રહેશે કે તમારા મહત્વપૂર્ણ કામ આજે સ્થગિત રાખો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને કોઈ ઓર્ડર મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સામાન્ય બની રહેશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઘરની સુખ સુવિધાઓ સાથે જોડાયેલી વસ્તુઓની ઓનલાઈન ખરીદીમાં સુખદ સમય પસાર થશે.

કુંભ રાશિ

તમે થાક અને તણાવથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનના મૂળમાં રહેશો. તેમજ ક્રિયાત્મક અને તમારા રસવાળા કામમાં સમય પસાર કરવાથી ખુશીનો અનુભવ કરશો. વડીલ સભ્યો સાથે વાતચીત કરતા હમેશા ધ્યાન રાખો કે નકારાત્મક અને અપશબ્દોનો ઉપયોગ ન થાય, નહિતર તેની નારાજગી સહન કરવી પડશે. સુસ્તી તમારા કામ ઉપર હાવી ન થવા દેવી અને પોતાની જાતને વ્યસ્ત રાખવી. કામના ક્ષેત્રે ગતિવિધિઓ અત્યારે ધીમી રહેશે. જેને લીધે તમારું મન ચિંતિત રહેશે પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા અત્યારે ધીરજ અને સંયમ બનાવી રાખવો ઉચિત છે. ઓફિસના કામ ઘરેથી કરવાથી કેટલીક મુશ્કેલીઓ આવશે. તમારી કોઈ બેદરકારીને લીધે ઘરમાં કોઈ સભ્યની નારાજગી સહન કરવી પડશે. યુવાનોનું વિપરિત લિંગના મિત્રો પ્રત્યે આકર્ષણ વધશે. મિત્રતા વધારે સારી બનશે.

મીન રાશિ

ગ્રહોની સ્થિતિ આજે અનુકૂળ રહેશે. અટકેલા અથવા તો ઉધાર આપેલા પૈસા પાછા લેવા માટે સમય અનુકૂળ છે, માટે પ્રયત્ન કરતા રહેવુ. અનુભવી લોકો તેમજ વડીલોના સાનિધ્યમાં સમય પસાર કરવો, જેનાથી તમારું મનોબળ વધશે. તમારી ઇચ્છા મુજબ કામ પુરા ન થવાથી મન પરેશાન રહી શકે છે. પરંતુ ડરવાની જરૂર નથી તમારા આત્મસન્માન પત્યે પ્રકારની બાંધછોડ ન કરવી. સમય મુજબ ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ બનતી જશે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. જરૂરિયાત મુજબ તમારા કામ બનતા જશે. યુવાનને તેની કારકિર્દી સાથે જોડાયેલી સફળતા મળી શકે છે એટલા માટે પ્રયત્ન કરતા રહેવું. રિસ્ક વાળા કામમાં રોકાણ ન કરો નહીંતર નુકસાનની સ્થિતિ બનશે. ઘરમાં વાતાવરણ સુખદ રહેશે. એકબીજાની વાતોથી નારાજ જવાને બદલે તેને અવગણવાના પ્રયત્નો કરવા, આનાથી તમારા સંબંધોમાં મધુરતા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *