કલયુગનો પાપી પિતા / સુરતમાં તાપી નદીમાં બાળક ભૂલથી નહોતો પડ્યો, પણ પિતાએ જ પુત્રને ધક્કો મારેલો, કારણ જાણીને તમે હલબલી જશો

ટોપ ન્યૂઝ સુરત

તપાસમાં ઘટસ્ફોટ:તાપીમાં 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, પિતાએ જ ફેંક્યો હતો; ઘર કંકાસના કારણે પત્ની અલગ રહેતી હતી

ઘરકંકાસને કારણે પત્ની અલગ રહેતી હોવાથી પતિએ પુત્રને તાપી નદીમાં ફેકી હત્યા કરી નાખી હતી. આ હત્યાના ગુનામાં રાંદેર પોલીસે આરોપી પિતા સઈદ ઈલ્યાસ શેખ(ઉ.વ.31)(રહે. કોસાડ આવાસ, અમરોલી)ની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કોસાડ આવાસ ખાતે રહેતો 12 વર્ષીય જાકીર સૈયદ શેખ 31મી ઓકટોબરે બપોરે મક્કાઇપુલ પરથી તાપીમાં પડી ગયો હતો. પુલની પાળી પરથી પાણી જોવા જતા સંતુલન ગુમાવી દેતા તરૂણ તાપીમાં પડી ગયો હોવાની કેફિયત તે સમયે પિતા સઈદ ઈલ્યાસ શેખે પોલીસ સમક્ષ વ્યકત કરી હતી.

12 વર્ષીય જાકીર પિતા સાથે ફટાકડા ખરીદવા માટે નીકળ્યો હતો. પણ પાલનહાર પિતાએ જ ખુદ હૈવાન બનીને પોતાના જ માસૂમ પુત્રને મોતને ઘાત ઉતારી દીધો હતો. આ કેસમાં રાંદેર પોલીસને પિતા પર શંકા જતા તેની કડક હાથે પૂછપરછ કરી હતી. જેથી આખરે તે ભાંગી પડયો હતો અને પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે બાળકના માતાની પૂછપરછ કરતા તે અલગ રહેતી હોવાની વાત કરી હતી. મરણ જનાર બાળક છેલ્લા અઢી મહિનાથી માતા સાથે રહેતો હતો અને પિતા થોડા દિવસો પહેલા તેને પત્ની પાસેથી લઈ આવ્યા હતા. જો કે પુત્રને માતા પ્રત્યે વધારે લગાવ હતો જેથી પતિએ આ બાબત ખૂંચતી હતી. જેના કારણે પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.