રાશિફળ ૨૮ ઓક્ટોબર ૨૦૨૧ : આ રાશિના જાતકોને પ્રાપ્ત થશે નસીબનો સહયોગ, ચપટી વગાડતા કાર્ય થશે પૂર્ણ

રાશિફળ

મેષ રાશિ
આજે કોઈ રાજનૈતિક સંબંધ દ્વારા તમને કોઈ ફાયદો થવાની આશા છે. તમે તમારી પ્રતિભા અને બુદ્ધિમત્તાના બળે થોડા એવા નિર્ણય લેશો કે તમને પોતાને પણ આશ્ચર્ય થશે. પરિવારની દેખરેખમાં પણ તમારો ઉત્તમ સહયોગ બની રહેશે. કોઈપણ અજાણ વ્યક્તિને પોતાના અંગે જાણકારી આપશો નહીં, નહીંતર કોઈ તમને દગો આપી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખવું. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઈ એવા ખર્ચા સામે આવી શકે છે જેનો કોઇ ઉકેલ નહી હોય. કોઈપણ વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં તેના વિશે સારી રીતે વિચાર કરી લેવો. આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે. નોકરીમાં લોકોએ ટાર્ગેટ પૂરો કરવા માટે ઓલટાઇમ કરવો પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીને લઇને ઘર અને વેપાર બંને જગ્યાએ તાલમેલ બનાવી રાખવો પડશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.

વૃષભ રાશિ
આજે કોઈ અટકેલા રૂપિયા મળી શકે છે. એટલે પ્રયત્નો કરતા રહવું. તમારા મહત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં જ પૂરા કરવાના પ્રયત્નો કરવા. આ સમયે ગ્રહની સ્થિતિઓ ઉત્તમ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મનને શાંતી અને ખુશી મળશે. બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળવાથી ઘરમાં નિરાશા રહેશે. તમારા કાર્યોને ધ્યાનથી પૂરા કરવા, થોડી પણ બેદરકારી નુકસાનદાયી સાબિત થઈ શકે છે. રૂપિયાની ઉધારી કરશો નહીં આવકના સ્ત્રોત વધશે. કાર્યક્ષેત્રમાં તમારુ વર્ચસ્વ વધશે. સ્ત્રી વર્ગના લોકોને પોતાના વ્યવસાયમાં ખાસ સફળતા મળશે. કરતા લોકોને ઓફીસનું વાતાવરણ સકારાત્મક રાખવા માટે કાર્યક્ષમતામાં નિખાર લાવવાની જરૂર છે. પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે. તમારા કામમાં જીવન સાથે ની સલાહ લેવી ભાગ્યોદય કારક રહેશે.

મિથુન રાશિ
આજે પરિવારને લગતી કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારા ખાસ પ્રયત્નો રહેશે અને તમે સફળ પણ થશો. રોજિંદા કાર્યોથી અલગ આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરવો તેનાથી તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી અનુભવ કરી શકો છો. સામાજિક વિધિઓમાં ખાસ યોગદાન આપવું. ધ્યાન રાખો કે કોઈ જૂના મુદ્દાને લીધે ફરીથી તણાવ જેવું વાતાવરણ બની શકે છે. કોઈ નજીકના સંબંધીના લગ્ન સંબંધોમાં અલગ થવાના કારણે ચિંતા રહી શકે છે. તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવા. મશીનરી, કારખાના વગેરેને લગતા વેપારમાં નવી સફળતા મળી શકે છે. નવી ઉપલબ્ધિઓ મળી શકે છે. વધારે પડતા કામ ફોનથી પૂરા થઈ જશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ઓફિસના કામમાં વ્યસ્તતા રહેશે. લગ્નસંબંધો વધારે મધુર રહી શકે છે. પત્ની વચ્ચે સહયોગ દ્વારા મહત્વપૂર્ણ યોજનાઓ બનાવવી તેમજ ઘરમાં અનુશાસન વાળું વાતાવરણ રાખવું.

કર્ક રાશિ
લક્ષ્ય મેળવવા માટે તમે કોઈપણ હદે મહેનત કરી શકો છો. આજે પણ તમારો ઉત્સાહ આવો જ રહેશે. મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને પૂરી કરવા માટે સમય યોગ્ય છે. કોઈ સમારોહમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. ઝઘડો કે કોઈ બીજા લોકોની બાબતે દખલ કરશો નહીં. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. કલાત્મક તથા ગ્લેમર કાર્યો સાથે જોડાયેલાં લોકો સફળ રહેશે. ભાગીદારી સાથે જોડાયેલા વેપાર-ધંધામાં સામંજસ્ય બની રહેશે. આ સમયે કામકાજમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર છે. નોકરીમાં બેદરકારીને લીધે અધિકારીઓનો ગુસ્સો સહન કરવો પડશે. ઘરની વ્યવસ્થા યોગ્ય બની રહેશે. તેનાથી મનને શાંતિ મળશે. લગ્ન થઈ ગયેલા હોય તે લોકોએ વિપરિત લિંગના લોકો સાથે મેળ-મિલાપ ન રાખવો.

સિંહ રાશિ
આજે મોટાભાગનો સમય સામાજિક ગતિવિધિઓમાં પસાર થશે. તમારી કાર્યક્ષમતા વધારે સશક્ત થશે. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યાઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળશે. ધર્મ કર્મ સાથે જોડાયેલ બાબતમાં તમારો ખાસ યોગદાન બની રહેશે. જો વારસાગત સંબંધી કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં આજે વધારો થવાની શક્યતા છે. તમારા સ્વભાવમાં ધૈર્ય અને નરમી જાળવી રાખવી. ગુસ્સો કરવાથી વાત ખરાબ થઈ શકે છે. કોઈપણ પ્રકારની યાત્રા નુકસાનદાયક રહેશે. હાલ કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. તમારો વિસ્તાર વધારવાની જરૂર છે. વ્યવસાયના કામ ની જાહેરાત ને વધારે કરવાના પ્રયત્ન કરવા. આ સમયે કરવામાં આવેલી મહેનત નજીકના ભવિષ્યમાં સારું પરિણામ આપશે. જીવનસાથીને તમારો ભાવનાત્મક સહયોગ મળશે તથા ઘરના વાતાવરણમાં અનુશાસન બની રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા લાવવા માટે એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવા.

કન્યા રાશિ
તમારો સકારાત્મક દૃષ્ટિકોણ ઘર કે વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ બનાવી રાખશે. જો મિલકતની લેવડ-દેવડને લગતી કોઈ યોજના બની રહી છે તો તેને તરત શરૂ કરવાની જરૂર છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન કરાવવાની યોજના બનશે. જલ્દી સફળતા મેળવવાના કરવાના ચક્કરમાં ગેર કાયદેસર કાર્યો હાથમાં લેશો નહીં. સમય પ્રમાણે પોતાના કાર્યોને પૂરા કરવા. જાની બાબતમાં દખલગીરી ન કરવી નહિતર તમારી માનહાનિ કરાવી શકે છે. આ સમયે દસ્તાવેજો ઉપર સહી ન કરવી. વેપારને વધારવા માટે કોઈ નવી શોધ કે યોજનાની જરૂરિયાત રહેશે. આ સમયે વેપાર ધંધામાં ભાગીદાર અને કર્મચારીઓ ઉપર પૂરી રીતે આધાર રાખવાને બદલે તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. નોકરીમાં તમારા કાગડીયા ને સંભાળીને રાખવા. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. કોઇ મિત્ર સાથે મુલાકાત થવાથી દિવસ ખુશનુમા અને તરોતાજા બનશે.

તુલા રાશિ
કામકાજને લઈને કરવામાં આવતી યાત્રા આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થશે. કાર્યોને પૂરી ઊર્જા સાથે કરવાનો ઉત્સાહ પણ રહેશે. પારિવારિક વાતાવરણ પણ અનુશાસિત અને સકારાત્મક બની રહેશે. પરિવારના સભ્યોના લગ્ન માટે તારો પસ્તાવા આવી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાનોએ ખોટા મનોરંજનને લગતા કાર્યોમાં સમય ખરાબ ન કરવો. આ સમયે ખોટા ખર્ચ ઉપર કાબૂ રાખવો. ઘરના કોઈ વડીલ વ્યક્તિની સલાહને અવગણશો નહીં. વેપારમાં વિસ્તારને લગતી યોજના ઉપર ગંભીરતાથી વિચાર કરવો. સારા વ્યક્તિત્વ અને મૃદુભાષી સ્વભાવથી વ્યાપારિક સંબંધો વધારે મજબૂત બનશે. તમારા પ્રોડક્ટની ક્વોલિટીને વધારે સારી બનાવવાની જરૂર છે. નોકરીમાં ટાર્ગેટ પુરો થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ અને મતભેદ દૂર થશે. તેમજ ઘરના બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ સકારાત્મક ઉર્જા બનાવી રાખશે.

વૃશ્ચિક રાશિ
આજે કોઈ પરેશાનીનો ઉકેલ મળશે, તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. પરિવાર સાથે ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદીમાં પણ સમય પસાર થશે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદને ઉકેલવામાં સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. બિનજરૂરી યાત્રાને લગતો કોઈ પ્રોગ્રામ બનાવશો નહીં. લોકો સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહેવું. ગેરસમજના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં તમારો સહયોગ જરૂરી છે. આજે કામકાજમાં ખૂબ જ વધારે વ્યસ્ત રહી શકો છો. મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. માર્કેટિંગ સાથે જોડાયેલા કામમાં વધારે સમય બરબાદ ન કરવો. અધિનસ્થ કર્મચારીઓને માન-સન્માન આપવું. પારિવારિક વાતાવરણ ઉત્તમ રહેશે. ઘણા સમય પછી સંબંધીઓ સાથેની મુલાકાતથી તમને ખુશી મળશે.

ધન રાશિ
તમારા સકારાત્મક વિચાર તમારા માટે નવી સફળતા તૈયાર કરશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા ખાસ લોકો સાથે સંપર્ક બનવાના કારણે તમારી વિચારશૈલીમાં પણ આશ્ચર્યજનક પરિવર્તન આવી શકે છે. તમને કંઈક નવું શીખવાની ઈચ્છા થઈ શકે છે. આર્થિક બાબતે નુકશાન થવાથી તણાવ રહી શકે છે. વધારે ભીડભાડના વિસ્તારમાં જવાનું ટાળો. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા જ તમારી નિંદા થવાથી મન નિરાશ થઈ શકે છે. કોઈપણ પ્રકારના પૈસા સાથે જોડાયેલ લેવડ-દેવડ ન કરવી. વર્તમાન સમય સફળતાભર્યો રહી શકે છે. પૂરી મહેનતથી કામ કરવું. આર્થિક સ્થિતિ સારી રહેશે. કાર્ય સ્થળ ઉપર વિવાદની સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો જરૂરી છે. ઘરની ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ બની રહી શકે છે. તેમજ ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

મકર રાશિ
તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે આજે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે, સફળતા પણ જરૂરી છે. અચાનક જ કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથેની મુલાકાત તણાવનું વાતાવરણ ઊભું કરશે. ગુસ્સો અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે, જોકે તેમના કોઈ ષડયંત્ર સફળ થઈ શકશે નહીં. વેપાર અને નોકરીને લગતા કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય જાતે જ લેવા. કોઈ ઉપર વધારે ભરોસો કરવો સારો નથી. વેપારમાં નવીનીકરણ અથવા તો બદલાવ સાથે જોડાયેલ મહત્વના નિર્ણય લાભદાયક સાબિત થશે. પારિવારિક વાતાવરણ સામાન્ય રહી શકે છે. ઘરના કોઈપણ મુદ્દાને લઈને ઘરના સભ્યો વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે.

કુંભ રાશિ
તમે તમારા કાર્યોને વ્યવસ્થિત તથા યોગ્ય તાલમેલ બનાવીને કામ પૂરા કરવાના પર્યતની કરવા તો સફળ થશો. આર્થિક રોકાણને લગતી બાબતે પણ સમય પસાર થશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારો સહયોગ તમને સન્માનિત રાખશે. ઘરના કોઈ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે, તેમની ભાવનાઓ અને આજ્ઞાઓને અવગણવી નહિ. વિદ્યાર્થીઓને પણ તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ રાખવાની જરૂર છે. કામકાજમાં વધારે પડતી વ્યસ્તતા રહેશે. નોકરી મેળવવા માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સકારાત્મક પરિણામ મળશે. પૈસાના રોકાણને લગતી કોઈ ડીલ કરતી સમયે વધારે સાવધાની રાખવાની જરૂર છે. કામકાજમાં વધારે પડતી વ્યસ્તતા રહેશે. નોકરી મેળવવા માટે કરવામાં આવેલા પ્રયત્નો સકારાત્મક પરિણામ મળી શકે છે. ઘર-પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે. પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજણ નો ઉકેલ આવશે.

મીન રાશિ
આજે પરિસ્થિતિઓમાં સકારાત્મક ફેરફાર તથા યોગ્ય અવસર મળશે. તમારા દરેક કાર્યોને લગન સાથે કરવાની ઇચ્છા રાખવી જેથી તેના સારા પરિણામ પણ મળશે. બાળકોને લગતા કોઈ શુભ સમાચાર પણ મળવાથી શાંતિ રહેશે. ધ્યાન રાખવું કે થોડી બેદરકારીને કારણે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. પારિવારિક વાતાવરણમાં કોઈ જગ્યાએ અશાંતિ અનુભવ થઈ શકે છે. ભાઈઓ સાથે સંબંધોમાં મજબૂતી રાખવી. આવકની સાથે સાથે ખર્ચા પણ વધારે રહેશે. માર્કેટિંગ તથા લોકો સાથેના સંપર્કની સીમા વધશે. કામકાજની ઝીણવટ ઉપર ગંભીરતાથી મૂલ્યાંકન કરવું. નોકરીમાં તમારા મૃદુ વ્યવહાર તેમજ ઉદાર સ્વભાવને કારણે સહયોગીઓ સાથેના સંબંધો સારા બની રહેશે. લગ્નસંબંધો ઉત્તમ રહી શકે છે. સોશિયલ મિડીયા તેમજ પ્રેમ સંબંધોથી દૂર રહો તો સારું રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.