રાશિફળ ૨૭ ઓક્ટોબર ૨૦૨૧ : આ રાશિના જાતકોએ રહેવું સાચવીને, જઈ શકે છે હાથમાં આવેલા અવસર

Uncategorized રાશિફળ

મેષ રાશિ
સમય અનુકૂળ છે. વધારે પડતા ગ્રહો તમને સારું પરિણામ આપવાના પ્રયત્ન કરી રહ્યા છે. તમારી અંદર અદભુત આત્મવિશ્વાસનો અનુભવ કરશો, સાથે જ તમારી કાર્યક્ષમતામાં પણ વધારો જોવા મળશે. યુવાનોને તેની ઈચ્છા મુજબના કામમાં સારી સફળતા મળશે. કોઇની વાતોમાં આવીને તમે ભાવનાત્મક રીતે નબળા પડી શકો છો, જેને લીધે કેટલીક ઉપલબ્ધિઓ તમારા હાથમાંથી નીકળી શકે છે. સાથે જ તમારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો આજે લઈ શકો છો. ઓફિસમાં સમસ્યાઓ રહેશે. પરંતુ સાંજના સમયે પરિસ્થિતિઓ અનુકૂળ બનતી જશે. સાથે જ વ્યવસાય સાથે જોડાયેલા કામમાં ગતિ ધીમી રહેશે. આ સમયે વર્તમાન સ્થિતિ ઉપર વધારે ધ્યાન આપવું. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે તથા પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરી શકો છો.

વૃષભ રાશિ
દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કામ સાથે જોડાયેલી યોજનાઓ બનાવી લેવી કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં અનુકૂળ છે માટે તમારા બધા કામ તેની રીતે જ બનતા જશે. સંતાનો સાથે જોડાયેલ કોઇ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. વધારે પડતા આત્મવિશ્વાસ અને અભિમાન અને કારણે મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. પરિવાર તેમજ ઘરના વડીલોને તમારી સારસંભાળની જરૂર છે, એટલા માટે તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને કોઇ વિષયમાં મુશ્કેલી આવી રહી હોય તો તેનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રમાં ઓર્ડર સાથે જોડાયેલ કોઇ ફરિયાદ આવવાથી નુકસાન થઈ શકે છે, એટલા માટે કર્મચારીઓ તેમજ માલની ક્વોલિટી ઉપર પુરી નજર રાખવી. નોકરી કરતા લોકોએ ધ્યાન રાખવું કે ખોટા કામ થવાને લીધે ઉચ્ચ અધિકારીઓ નારાજ થઈ શકે છે. ઘર તેમજ પરિવારના લોકો સાથે સમય પસાર કરશો. તેનાથી વાતાવરણ સૌહાર્દ પૂર્ણ બની રહેશે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં સમય બરબાદ ન કરવો.

મિથુન રાશિ
તમારી અંદર છૂપાયેલી પ્રતિભાને ઓળખવી અને તેના ઉપયોગ કરવો. વર્તમાનમાં ગ્રહની સ્થિતિ તમને અદભુત શક્તિ આપી રહી છે. આજે કેટલીક ધનદાયક સ્થિતિઓ બનશે સાથે જ આ સમયે બનાવેલી યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ અવસર આપવાની છે. યોજનાઓને ક્રિયાન્વિત કરવાના પ્રયત્ન કરવા. વધારે સમજવા વિચારવાથી સમય હાથમાંથી નીકળી શકે છે. સાથે જ બહારના વ્યક્તિઓની દખલગીરીને કારણે તમને મુશ્કેલી રહેશે. વ્યવસાયના સ્થળ ઉપર કાર્યપ્રણાલીમાં બદલાવ લવવાની જરૂર છે. સાથે જ સ્ટાફ અને કર્મચારીઓ ઉપર સતત નજર રાખવી. કોઈ અટકેલું પેમેન્ટ પાછું મળવાથી તમારી આર્થિક મુશ્કેલી દૂર થશે. નોકરી કરતા લોકોને પ્રગતિના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે પરંતુ પરિસ્થિતિઓને તમારે સંભાળવી જરૂરી છે.

કર્ક રાશિ
વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધા સાથે જોડાયેલા કામમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે, એટલા માટે તમારી ઉર્જાનો ભરપુર ઉપયોગ કરવો. બપોર પછી તમને આ પ્રત્યક્ષ લાભ મળવાની સંભાવના છે. એટલા માટે કોઈ યાત્રા કરવી જરૂરી છે. કેટલાક બિનજરૂરી ખર્ચા રહેશે સાથે જ ધનલાભની સ્થિતિઓ પણ બને છે એટલા માટે તમારે વધારે પરેશાન થવાની જરૂર નથી. તમારે તમારા ઉગ્ર સ્વભાવને કારણે કોઈ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે એટલા માટે સ્વભાવને સકારાત્મક રાખવો. લોકો સાથેના સંબંધો તમારા વ્યવસાય માટે નવા સ્ત્રોત ઉભા કરી શકે છે એટલા માટે સંપર્ક વધારવા. આયાત અને નિકાસ સાથે જોડાયેલો વેપાર ધંધો અત્યારે ધીમો રહેશે. ઓફિસમાં કોઈ સાથે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. તમારી ભાવનાઓ પર કાબુ રાખવો. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. જેને કારણે મન અને વાતાવરણ બંને પ્રફુલ્લિત રહેશે. પારિવારિક જીવનમાં સકારાત્મક વાતાવરણ રહેશે.

સિંહ રાશિ
ગ્રહની સ્થિતિ અનુકૂળ છે. તમારી મહેનત મુજબ તમને યોગ્ય પરિણામ મળશે. પરંતુ તમારે કર્મ પ્રધાન બની રહેવું પડશે. તમારી ઉર્જાનો તમારે ભરપૂર સદુપયોગ કરવો. મિલકતો સાથે જોડાયેલ કામ થવાની સંભાવના છે. તમારી વસ્તુઓને સંભાળીને રાખવી. ભાવનાઓમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો, તેમજ વર્તમાન પરિસ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાયના સ્થળ ઉપર કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઇ શકે છે. કોઈ પૂછપરછ વગેરે થઇ શકે છે. મીડિયા અથવા તો ફોન દ્વારા કોઇ મોટો મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. એટલા માટે તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપવું. પતિ પત્ની બંને પોતાના કામમાં વ્યસ્ત રહેવાને કારણે એકબીજા સાથે સમય પસાર નહીં કરી શકે પરંતુ એકબીજા પર વિશ્વાસ રહેવાથી સંબંધો મજબૂત બનશે.

કન્યા રાશિ
થોડા સમયથી તમે જે કોઈ પણ કામ માટે પ્રયત્ન કરી રહેલા હતા તે કામ પૂરા થવાનો સમય આવી ગયો છે. તમારી મહેનત મુજબ તમને શુભ પરિણામ મળશે. ભાગ્ય તમારા પક્ષમાં છે અને તમારી ઉર્જાનો ભરપુર ઉપયોગ કરવો. કોઇ પેમેન્ટ વગેરેને કારણે મન ચિંતિત રહી શકે છે. ક્યારેક ક્યારેક તમારા શંકા વાળા સ્વભાવને લીધે બીજા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. એટલા માટે તમારા વિચારોમાં લચીલાપણું બનાવી રાખવું. યુવાનોએ બિનજરૂરી ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરવો. વ્યવસાયિક પાર્ટીઓ સાથેના સંબંધો મજબૂત બનશે તેમજ બહારના સ્ત્રોતોમાંથી કોઈ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. સાથે જ તમારી યોજનાઓને ગુપ્ત રાખવી કારણ કે તે લીક થઈ શકે છે. સરકારી સેવા કરતા લોકોએ કોઈપણ પ્રકારના અનૈતિક કામમા રસ ન લેવો. પતિ-પત્ની બંને પોતપોતાની વ્યસ્તતાને કારણે એકબીજાને સમય નહીં આપી શકે પરંતુ ઘરમાં એકબીજાનો સહયોગ રહેશે.

તુલા રાશિ
આજનો દિવસ ઘરની બહાર નીકળીને બહારના કામ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. યોજનાબદ્ધ રીતે કામ કરવાથી બધા કામ સારી રીતે પૂરા થતા જશે. તમારી ઈચ્છા મુજબનું ફળ મળવાથી મનમાં ખુશી રહેશે. આવકના સાધનોમાં વધારો થશે. આળસને તમારા ઉપર હાવી ન થવા દેવી કારણકે તેને લીધે કેટલીક ઉપલબ્ધિઓ તમારા હાથમાંથી નીકળી શકે છે. સાથે જ તમે કારણ વગર ગુસ્સા અને ચીડીયાપણા શિકાર બની શકો છો. ઘરમાં જે સુધારા સાથે જોડાયેલી યોજનાઓ બની રહી છે તેના ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આ સમયે વ્યવસાય સાથે જોડાયેલા કામમાં બીજા ઉપર ભરોસો ન કરવો અને તમારે તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવો. મશીનરી વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમા લાભ દાયક કરાર મળી શકે છે. ઓફિસમાં કોઈ અધિકારી સાથેના સંબંધોમાં વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. જીવનસાથી તેમજ પરિવારના લોકો સાથે સંબંધો મધુર રહેશે. માત્ર તમારે તમારા ઉત્તેજિત સ્વભાવ અને આવેશ ઉપર કાબૂ રાખવો

વૃશ્ચિક રાશિ
આજે તમારી દિનચર્યામાં જે પ્રમાણે પરિવર્તન લાવવાના પ્રયત્ન કરી રહ્યા હોય તે તમારા માટે સકારાત્મક અને લાભદાયક સાબિત થશે. મિલકત સાથે જોડાયેલ લેવડદેવડના કામમાં ફાયદાકારક ડીલ થઈ શકે છે એટલા માટે આ કામમાં તમારે ધ્યાન કેન્દ્રિત રાખવું. આ સમયે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે પરંતુ જૂની નકારાત્મક વાતો ઉઠવાથી નજીકના સંબંધીઓ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. એટલા માટે તમારા વિચારો ઉપર મનન કરતા રહેવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું. વ્યવસાયિક કામમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે કારણ કે આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી રહેશે. સરકારી સેવા કરતા લોકોને આજે કામ વધારે રહેવાને કારણે ઓવરટાઈમ કરવો પડશે. પ્રેમ સંબંધોમાં તમારે ગુસ્સાને કારણે ભાવનાત્મક દૂરી આવી શકે છે. તમારા વ્યવહારમાં કોમળતા બનાવી રાખવી. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

ધન રાશિ
આજે ઘરમાં કેટલાક નવીનીકરણ તેમજ સાજ-સજાવટને લઈને વિચારવિમર્શ થશે તેમજ પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. પરંતુ કોઈ પણ કામ કરતા પહેલા તેનું બજેટ બનાવી લેવું જરૂરી છે જેથી આર્થિક મુશ્કેલીઓથી બચી શકાય. કોઈપણ કામ કરાવતા સમયે તેની ઉપર નજર રાખવી જરૂરી છે કારણ કે ચોરી અથવા તો નુકસાન થવાની સંભાવના રહેલી છે. કોઈ નજીકના સંબંધી સાથે બોલાચાલી થવાથી મન ચિંતા રહી શકે છે. મનમાં આર્થિક સ્થિતિને લઈને ભય જેવી સ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા રહેશે. કર્મચારીઓ પાસેથી કામ કઢાવતાં સમયે પૂરું ધ્યાન રાખવું કે થોડી પણ બેદરકારીથી નુકસાન થઈ શકે છે સાથે જ સહયોગીનું નકારાત્મક વલણ પણ તમને પરેશાન કરશે. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી રાહત મળશે. ઘર-પરિવારમાં તમારા વ્યવહાર અને સંયમિત રાખવો કારણ કે તમારા ખરાબ વ્યવહારથી પરિવારના વ્યક્તિઓ વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે.

મકર રાશિ
આજે કેટલીક નવી જવાબદારીઓ તમારી ઉપર આવશે તેમજ વધારે પડતું કામનું ભારણ પણ રહેશે એટલા માટે આરામ અને મોજ-મસ્તીમાં ધ્યાન ન આપીને કામ ઉપર ધ્યાન એકાગ્ર કરવું. કારણ કે જલદી તમને શુભ ફળ મળી શકે છે. કોઈ લાભદાયક નજીકની યાત્રા થઈ શકે છે. વધારે સમજવા વિચારવામાં સમય પસાર ન કરવો. બહારના વ્યક્તિની વાતોમાં આવીને તમારા નિર્ણયને પ્રાથમિકતા આપવી. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી પૈસા અને સમયની બરબાદી છે. નોકરીમાં કોઈ ટાર્ગેટ પૂરો કરવાથી માન-સન્માન અને પ્રગતિ મળવાની સંભાવના છે. વ્યવસાયના ક્ષેત્રમાં બધા કામ સારી રીતે ચાલતા રહેશે જેનાથી મનમાં શાંતિ રહેશે. મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં ફાયદો મળશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. થોડા સમયથી ચાલી આવી રહેલી ગેરસમજણ દૂર થશે સાથે જ સંબંધોમાં ફરીથી નજીકતા આવશે.

કુંભ રાશિ
સંતાનો તરફથી ચાલી આવી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન ન મળવાથી મનમાં શાંતિ રહેશે. તમારૂ ધ્યાન વ્યક્તિગત કામ ઉપર કેન્દ્રિત કરી શકશો. કોઈ સમાજ સેવા સંસ્થામાં તમારૂ સહયોગાત્મક યોગદાન રહેશે. અત્યારે ધન લાભની અપેક્ષાએ ખર્ચાની સંભાવનાઓ વધારે બની રહી છે. એટલા માટે તમારા બજેટને ધ્યાનમાં રાખીને ચાલવું જરૂરી છે. ભાઈઓ સાથેની વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. બીજાને બાબતમાં ગુસ્સા અને વાદવિવાદ કરવાને બદલે શાંતિથી બાબતને ઉકેલવાના પ્રયત્નો કરવા. વર્તમાન વ્યવસાયમાં જે કામ ચાલી રહ્યા છે તેમાં કેટલીક નવી ઉપલબ્ધિઓ મળશે. તેના ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે કારણ કે નજીકના ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક પરિસ્થિતિઓ થઈ શકે છે. કમિશન સાથે જોડાયેલા વ્યવસાય માં થોડી સાવધાની રાખવી. જીવનસાથીની સલાહ તમારા માટે સંજીવની બૂટીનું કામ કરશે. આજે તમારા બહારના બધા કામ સારી રીતે પૂરા થતાં દેખાશે. લગ્ન બહારના સંબંધોથી દૂર રહેવું.

મીન રાશિ
વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા ભાગ્યને બળ આપશે. તેનું માન સન્માન અને આદર બનાવી રાખવો. ઘરમાં ધાર્મિક કામ સાથે જોડાયેલ પૂજાપાઠ થઈ શકે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે તેમજ આ સંબંધોમાં મધુરતા વધશે. ક્યારેક ક્યારેક તમારા ગુસ્સા અને ઉતાવળને લીધે મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ શકે છે. તમારા વ્યવહારને સંયમિત રાખવો જેનાથી ઘરનું વાતાવરણ ખરાબ ન થાય. થોડો સમય બાળકો સાથે પસાર કરવાથી તેના મનોબળમાં વધારો થશે. નોકરી કરતા લોકોને પોતાનો ટાર્ગેટ પુરો થવાથી બસ અને ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે સાથે પ્રગતિના માર્ગે પણ ખુલશે. મીડિયા અને કમ્પ્યુટર સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ દાયક સ્થિતિ હો બનશે. મિલકતો સાથે જોડાયેલ મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. પરિવારના લોકો સાથે મનોરંજન સંબંધી પ્રોગ્રામ બનાવવા. નજીકના સંબંધીઓને મળવાથી તમારો તણાવ ઓછો થશે અને પરિવારના લોકો વચ્ચે નજીકતા વધશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.