હજી બનાવો ‘ફેક આઈડી’ / ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી યુવતીની બિભિત્સ તસવીરો મૂકી આપી એવી ધમકી કે જાણીને તમે ચોંકી ઉઠશો

વડોદરા

લોકો નવા નવા કીમિયા અપનાવ્યા કરે છે ત્યારે હાલમાં જ એક યુવકે યુવતીના ફોટાનો ઉપયોગ કરીને એવા કાંડ કર્યા કે હવે ગણી રહ્યો છે જેલના સળિયા.

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામ આઇડી પર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બીભત્સ તસ્વીરો અપલોડ કરી હતી. ત્યાર બાદ યુવતીને બળાત્કાર કરવાની ધમકીઓ પણ આપી હતી. જેના પગલે ફરિયાદ થતા વડોદરા પોલીસ દ્વારા આરોપી ભાર્ગવ પરમારની ધરપકડ કરીને વધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

વડોદરાના સમા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની શહેરની એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઇમ નોકરી કરે છે. દરમિયાન તેણે પોતાના ફોન પર પોતાના જ ફોટાવાળા ડુપ્લિકેટ ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી રિકવેસ્ટ આવી હતી. જેમાં તેના બિભત્સ ફોટા એડિટીંગ કરીને મુકવામાં આવ્યા હતા. મેસેજ કરી જણાવ્યું હતું કે, હું તારો બળાત્કાર કરીને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરીશ.

યુવતીની ફરિયાદના આધારે વડોદરા ક્રાઇમબ્રાંચે સાયબર ક્રાઇમની ટીમે આ ગુનામા સંડોવાયેલા આરોપી ભાર્ગવ પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ આઇડી પર યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બિભત્સ ફોટા અપલોડ કરીને દુષ્કર્મ કરવાની ધમકી આપનાર ભાર્ગવ પરમાર ફરિયાદી યુવતીની સાથે જ નોકરી કરે છે. અગાઉ પણ તેણે યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેણે ઓફીસમાં ફરિયાદ પણ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.