રાજકોટમાં યુવકને પૂર્વ પ્રેમિકાના બિભિત્સ ફોટા વાઇરલ કરવા ભારે પડ્યા, જુઓ યુવતી સાથે બળજબરી કરતા ટોળાએ જાહેરમાં યુવકને અર્ધનગ્ન કરીને બરાબરનો મેથીપાક આપ્યો : જુઓ મારામારીનો LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક-યુવતી વચ્ચેના પ્રેમસંબંધનો અંત આવતા રોષે ભરાયેલા યુવકે યુવતીનો બીભત્સ ફોટો ફરતો કરતા દેકારો મચી ગયો હતો, યુવકે પરાણે સંબંધ રાખવા દબાણ કરી યુવતીને પોતાના સ્કૂટર પર બેસાડવાની કોશિશ કરતાં લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી.

કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા, પરંતુ કોઇ કારણસર યુવતીએ પ્રેમસંબંધનો થોડા દિવસ પૂર્વે અંત આણી દીધો હતો, પ્રેમિકાએ સંબંધ તોડતા રોષે ભરાયેલા યુવકે પોતાની પાસે રહેલી યુવતીની બીભત્સ તસવીર ફરતી કરી દીધી હતી, જે મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, દરમિયાન મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટેલ પાસે હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી સ્કૂટર લઇને ત્યાં ધસી આવ્યો હતો અને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો એટલું જ નહીં યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના ખેલ શરૂ કર્યા હતા.

યુવતી સાથે જાહેરમાં બઘડાટી કરી રહેલો શખ્સ છેડતી કરતો હોવાનું સમજી લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને યુવક તથા યુવતીને પોલીસમથકે લઇ જવાય હતા, યુવકને ઇજા થઇ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/23/02-rajkot-maramari-live-shubham1_1645593749/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *