ગૃહિણીઓને મોટો ઝટકો / ગૃહિણીઓ બજેટ બનાવે તે પેહલા જ પડ્યો માર, જુઓ શાકભાજી અને ખાદ્યપદાર્થોમાં થયો મોટો ભાવ વધારો, જાણો નવા ભાવ

ગુજરાત ટોપ ન્યૂઝ

મહિનાના પહેલા જ દિવસે ગૃહિણીઓ હજુ તો આખા મહિનાનું બજેટ સેટ કરે તે પહેલા જ તેમના બજેટમાં વધુ એક માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. ગૃહિણીઓને ચિંતા સતાવી રહી છે કે આખા મહિનાનું બજેટ કેમ સેટ કરવું? શું કરવું? શું ના કરવું? હજી તો માંડ ઘરમાં પૈસા આવ્યા છે.

એવામાં મોંઘા શાકભાજી અને ખાદ્ય તેલના વધુ રૂપિયા ચૂકવવા પડશે તે જાણીને ગૃહિણીઓ ચિંતામાં મૂકાઈ છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની સિઝનમાં વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં થતા હોય છે. એવામાં શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાને કારણે ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે.

કેમ કે ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ બનાવતા પહેલા જ બજેટ ખોરવાશે. તો બીજી તરફ રક્ષાબંધન, સાતમ આઠમ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે તહેવારોમાં ઘરમાં મહેમાનોની અવરજવર રહેતી હોય છે. એવામાં શાકભાજીમાં ભાવ વધારો થયો છે. શાકભાજીમાં 30 થી 40 રૂપિયાનો વધારો થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.

ચોળીના એક કિલોનો ભાવ 140 રૂપિયા થયો છે. તો વટાણાનો ભાવ 100 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા થયો છે. વેલાવાળા શાકભાજીમાં ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવાર માટે શાક ખરીદવું થોડું મુશ્કેલ બન્યું છે. તો બીજી તહેવારો નજીક છે તેવા સમયે ફરી એકવાર ખાદ્યાતેલમાં ભાવ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે.

જેથી સિંગતેલનો ડબ્બો 2800 રૂપિયાના પાર પહોંચ્યો છે. જ્યારે પામ તેલના ભાવ પણ એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ભાવ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.