આવી કેવી ઝપ્પી ભાઈ / યુવકે કર્યું એટલું જોરદાર ટાઈટ હગ કે તૂટી ગઈ છોકરીની પાંસળીઓ, જુઓ પછી છોકરીએ કર્યું એવું કે જાણીને તમને પણ આંચકો લાગશે

અજબ ગજબ

બોલિવૂડ ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’માં જાદુ કી ઝપ્પીનો ડાયલોગ તમે સાંભળ્યો જ હશે. એવું માનવામાં આવે છે કે જો કોઈને પ્રેમથી ગળે લગાવવામાં આવે તો હૃદયને થોડી શાંતિ મળે છે. જો કે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ મહિલાને એટલી જોરથી ગળે લગાવી કે તેની છાતીની પાંસળીઓ તૂટી ગઈ.

જી હા, આ મામલો ચીનનો છે. ચીનની મહિલાએ તેના સહકર્મી પર કેસ કર્યો છે. મહિલાના સહકર્મીએ કથિત રીતે તેને ખૂબ જ જોરથી ગળે લગાવી જેના કારણે તેની છાતીની ત્રણ પાંસળીઓ તોડી ગઈ. મહિલા સહકર્મીને યુંક્સી કોર્ટમાં લઈ ગઈ અને કથિત પાંસળી તોડ ગળે મળવાને કારણે સારવારમાં થયેલ ખર્ચ માટે વળતરની માંગ કરી છે.

અહેવાલો અનુસાર આ ઘટના મે 2021માં થઈ હતી. ચીનના હુનાન પ્રાંતના યુયાંગ શહેરની એક મહિલા તેના કાર્યસ્થળ પર એક સહકર્મી સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક પુરુષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને ખૂબ જ જોરથી હગ કર્યું.

કથિત રીતે હગ બાદ મહિલાને ખૂબ જ પીડા થઈ રહી હતી. એક રિપોર્ટ અનુસાર, કામ કર્યા પછી પણ તેને છાતીમાં દુખાવો થતો હતો. ડૉક્ટર પાસે જવાને બદલે તેણે ગરમ તેલ લગાવ્યું અને સુઈ ગઈ. છાતીમાં દુખાવો વધવાના કારણે 5 દિવસ બાદ મહિલા હોસ્પિટલમાં ગઈ હતી.

એક્સ-રે સ્કેનમાં જાણવા મળ્યું કે મહિલાની ત્રણ પાંસળી તૂટેલી હતી. જેમાંથી બે તેની જમણી બાજુ અને એક ડાબી બાજુ હતી. તેને પૈસા પણ ગુમાવવા પડ્યા કારણ કે તેણે પોતાની નોકરીમાંથી હાજર ન રહેવાની રજાઓ લેવા માટે મજબૂર કરવામાં આવી.

તેને નર્સિંગ સેવાઓ અને તબીબી સારવાર માટે પણ ખર્ચની ચૂકવણી કરવી પડી હતી. સ્વસ્થ થયા બાદ તે પોતાના સહકર્મી પાસે ગઈ જેણે તેની પાંસળીઓ તોડી નાખી હતી. તેણે તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. તે આદમીએ વિવાદ કર્યો કે તેની પાસે આ વાતનો કોઈ પુરાવો નથી કે ઈજા હગ કરવાના કારણે પહોંચી છે.

થોડા સમય પછી મહિલાએ તેના સહકર્મી પર કેસ કર્યો. નાણાકીય નુકસાન માટે આર્થિક ભરપાઈ માટે કેસ દાખલ કર્યો. ન્યાયાધીશે સહકર્મીને 10,000 યુઆન અથવા 1.16 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે મહિલાએ તે પાંચ દિવસ દરમિયાન એવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો જેના કારણે ફ્રેક્ચર થઈ શકે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.