હાલમાં જ વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો લોહીમાં લથપથ મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી કલ્પેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. હત્યારાએ વિદ્યાર્થિનીને ધારિયાના 10થી વધુ ઘા માર્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને ફાંસીની સજાની માગ કરી છે. પોસ્ટમોર્ટમ કર્યાં બાદ તૃષાનો મૃતદેહ પોલીસે પરિવારને સોંપ્યો છે અને પરિવાર મૃતદેહ લઇને વતન જવા રવાના થયો છે.
એડિશનલ સીપી ચિરાગ કોરડિયા અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતીભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.
એડિશનલ સીપી ચિરાગ કોરડિયાએ આ બનાવની સનસનીખેજ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.
વધુમાં જણાવ્યું હતું કે એકતરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ કરતો હતો. આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી. તે બીજા છોકરા સાથે વાત કરતી હતી, પણ કલ્પેશ સાથે વાત કરતી નહોતી. કલ્પેશે મળવા નહીં આવે તો આત્મહત્યા કરવાની ધમકી હતી, જેથી યુવતી તેને મળવા ગઇ હતી. એ સમયે આવેશમાં આવીને હત્યા કરી નાખી હતી.
મંગળવારે રાત્રે શહેર પોલીસને મેસેજ મળ્યો હતો કે હાઈવે પર ધનિયાવી ગામની સીમમાં એક યુવતીનો મૃતદેહ પડેલો છે અને તેનો એક હાથ કાપી નાખેલો છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પીઆઈ પટેલ અને ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ-તપાસમાં યુવતીનું નામ તૃષા સોલંકી હોવાનું ખૂલ્યું છે. પોલીસે તૃષાના મામાનું નિવેદન લીધું હતું. તે સવારે એકિટવા પર કલાસમાં ગઇ હતી. પછી પાછા આવતી વેળા તેની હત્યા થઇ હોવાનું મનાય છે. હત્યારાએ યુવતીને હાથ, ગાલ, ગરદન અને પીઠના ભાગે ઘા માર્યા હતા.
હાઈવે પાસે ખુલ્લી જગ્યામાં જ્યારે ચીસાચીસ સાંભળી ત્યારે એક ઇસમ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું નજીકમાં કામ કરતા મજૂરોએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળની આસપાસના અને તૃષાના નિયમિત રૂટ પરના સીસીટીવી ફૂટેજ તેમજ તેના મોબાઈલની કોલ્સ-ડિટેલના આધારે તપાસ હાથ ધરી હતી
ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે એકેડેમીમાં ટ્યૂશનમાં જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી એ તપાસનો વિષય છે, અમે એ બાબતે ગહન તપાસ કરી રહ્યા છે.
થોડા મહિના પેહલા સુરતમાં માથા ફરેલા ફેનિલ નામના યુવકે યુવતીનું ગળું કાપ્યું હતું
થોડાક દિવસો પહેલાં સુરત ખાતે એક માથા ફરેલા ફેનિલ નામના યુવકે લોકોની નજર સામે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપી નાખી હત્યા કરી હતી. ત્યાર બાદ રાધનપુરમાં વિધર્મી યુવકે એકતરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. આ બંને બનાવો ભારે ચર્ચાસ્પદ બન્યા હતા.
ધનિયાવી ગામની સીમમાં તૃષા સોલંકીનો મૃતદેહ મળી આવ્યા બાદ ઘટનાસ્થળ પાસેથી તેનું મોપેડ પણ મળી આવ્યું હતું. પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!