મિત્રો રોજ-બરોજ આપની જ આસપાસ એવી કેટલીય ધટનાઓ બનતી હોય છે જેની વિગતવાર જો માહિતી મેળવવામાં આવ તો પ્રથમ વારમાં તો આપણે પોતે જ માનવા માટે ત્યાર ના હોયએ પરંતુ એ પણ સત્ય છે આવી અજુગતી તમામ ધટનાઓ આપણા શહેરો અને વિસ્તારો બનતી જોવામાં આવતી હોય છે જે ખરેખર આશ્ચર્ય પમાડે છે.
હાલમાં એવો જ એક બનાવ બન્લોયો જે આપની સમાજની વ્યવસ્થા ને ખરેખર કલંક રૂપ કરતી નજરે પડે છે હાલમાં જ બનેલ એવી ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો લોધીકા ખાતેના ઢોલરા ગામે રહેતા ધરમશીભાઈ ખોડાભાઈ પૂંજાણી જેમની ઉંમર ૪૬ વર્ષ આશરે આ નામના આધેડની કોઠારીયા રહેતી પરિણીત પુત્રીએ આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં શ્રુતિબેને તેમના સાસરિયા મિલન અરુણભાઈ સોજીત્રા,અરુણભાઈ રણછોડભાઈ સોજીત્રા,લીલાબેન અરુણભાઈ સોજીત્રા અને મોહિતભાઈ અરુણ સોજીત્રા સામે આજીડેમ પોલીસમાં આપઘાતની ફરજ, ત્રાસ અને ધમકી આપ્યા અંગેનો ગુન્હો નોંધાયો હતો. ધરમશીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમે અમારા પરીવાર સાથે જ રહીયે છીએ.
અમારા પરિવાર માં મારા પત્ની વિજ્યાબેન તથા એક પુત્ર બે દિકરી છે. જેમા મોટી દિકરી શ્રુતી ના લગન મીલન અરૂણભાઇ સોજીત્રા સાથે થયેલ હતા.લગનના થોડા સમય બાદ તેઓને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું.સાસરિયાઓ કહેતા કે તુ કરિયાવર ઓછો લાવી છો ભીખારી છો તેવા શબ્દો કહી અપમાનીત કરી અને અપશબ્દો બોલી ઢીકાપાટુનો મારમાર્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેનો પતિ કહેતો કે, મારે તારી સાથે લગ્ન કરવા ન હતા. ઘરના લોકોના દબાણના કારણે તારી સાથે લગ્ન કરેલ છે મારે બીજી છોકરી સાથે સબંધ છે અને તુ મને ગમતી નથી આ બધી વાત મારી દિકરી શ્રુતી એ લગ્ન ના થોડા સમય બાદ ઘરે આવેલ ત્યારે કહેલ હતી.તે મામલે મારી દીકરી શ્રુતિ માનસિક તણાવમાં રહેતી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,લગ્નના એકાદ વર્ષ બાદ ઘર કંકાસ ના કારણે અમારા ઘરે રીસામણે આવેલ હતી. તે સમયે મારી દિકરી શ્રુતીના લગ્ન ની વર્ષગાંઠ હતી અને તે સમયે પતિએ અમારા ઘરના ડેલે મુકી ને જતો રહેલ હતો અને કહેલ કે પહેલી અને છેલ્લી વખત જઇ આવ અને હવે આવવાનુ કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહેલ હતો.
આ સમયે મારી દિકરી આશરે 15 દિવસ જેટલો સમય રિસામણે રહેલ ત્યારબાદ મારી દિકરીના જેઠ મોહિતભાઇ ફુવા દિલીપભાઇ તથા ફઇ રેખાબેન એમ બધા સમાધાન કરીને પરત લઇ ગયેલ હતા.આ સમયે જ મારી દિકરી એ અમોને કહેલ કે હુ જાવ છુ હવે તમે કદાસ મને છેલ્લી વખત જોવો છો બીજીવાર તમને મારૂ મોઢૂં જોવા નહિ મળે.
આવુ કહેતા અમો બધા ખુબજ ગભરાઇ ગયેલ અને તેને હિંમત આપી સમજાવેલ કે આ બધુ થોડો સમય હોઇ બધું સારું થાઇ જશે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમોએ આજથી આશરે આઠ નવ મહિના પહેલા ગુંદાસરા ગામે આવેલ અમારી ખેતી ની જમીન વેચેલ હતી આ જમીન વહેચ્યા અંગેની જાણ શ્રુતિના સાસરીયાઓને થતા.
તેના પતિ મીલન સાસુ સસરા તથા જેઠ મોહીતભાઇ એ અમોને જણાવેલ કે તમારી દિકરી લગ્ન સમયે પુરતો કરિયાવર લાવેલ નથી જેથી તમોએ જે જમીન વેચેલ છે.તેમાથી અમારે વિરવા ગામે પ્લોટ લેવાનો છે.પ્લોટના પૈસા તમારે આપવા પડસે આવી રીતે અનેક વખત પૈસા ની માંગણી ઓ કરી અને દિકરી શ્રુતી ને આ બધા લોકોએ ત્રાસ આપેલ છે.
મારી દિકરી શ્રુતિ ના પતિને રાજકોટ ખાતે મેડિકલ સ્ટોર છે તેમજ જેઠને મેડિકલ એજન્સી છે. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી શરૂ કરી વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,આમ કામધંધા રાજકોટમાં હોવાથી આજથી એકાદ વર્ષ થી રાજકોટ ભાડાના મકાન માં રહેવા આવેલ છે.દિકરી ને અમારા ઘરે કોઇપણ પ્રસંગોપાત આવાની સખત મનાઇ હતી ગઇ. આ અંગે સ્થાનિક માં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!