કળિયુગનો પાપી બાપ / જેતપુરમાં ભત્રીજા સાથે મળીને પતિએ પોતાના બાળકોની નજર સામે જ આડેધડ છરીના ઘા ઝીંક્યા, જુઓ પછી જે થયું એ જાણીને તમારું હૃદય કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ રાજકોટ

જેતપુરમાં ગુજરાતીની વાડી ભાવિકનગર વિસ્તારમાં આજે સવારે પતિએ ભત્રીજા સાથે મળી પૂર્વ પત્નીને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા અરેરાટી વ્યાપી ગઈ હતી. હત્યા કર્યા બાદ બંને આરોપી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી અને મહિલાને લોહીલુહાણ હાલતમાં 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેના મૃતદેહને પીએમ માટે ખસેડી પુત્રીનું નિવેદન નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતક મહિલા પતિથી છૂટાછેડા લઈ પુત્રી અને પુત્ર સાથે રહેતી હતી. દીકરીએ જણાવ્યું હતું કે, પપ્પાને ફાંસીએ ચડાવો.

ભાવિકનગર વિસ્તારમાં રહેતા પ્રસંતબેન શાંતુભાઇ (ઉં.વ.40) પોતાના પુત્ર અને પુત્રી સાથે પોતાને ઘેર હતા, ત્યારે તેનો પતિ શાંતુ કહોર અને ભત્રીજો શિવરાજ કહોર ધસી આવ્યા હતા. અચાનક જ આ બંને પ્રસંતબેનને આડેધડ છરીના ઘા ઝીંકતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બાદમાં શાંતુ અને શિવરાજ નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ પાડોશીઓને થતાં મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. આથી સિટી પીઆઇ જે.આર. કરમુર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી 108ને જાણ કરી હતી. બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે પ્રસંતબેનને મૃત જાહેર કર્યા હતા.

ઘરની અંદર ઓરડામાં સુતેલા પ્રસન્નબેનની પુત્રી પાયલ અને પુત્ર રવિરાજને બહારનો અવાજ અવાતા તેઓ જાગી ગયા હતા અને બંને બહાર આવીને તેમની માતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ તેમની માતાને બચાવી શક્યા નહીં. પુત્રી પાયલે જોયું કે બે વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને તેની માતા પ્રસન્નબેનને મારી રહ્યા છે ત્યારે તેણીએ મોઢેથી રૂમાલ કાઢવા ઝપાઝપી કરી હતી જેમાં તેના પિતા દેખાયા હતા અને સાથે તેનો ભત્રીજો શિવરાજ પણ જોવા મળ્યો હતો. જે તેની માતાને છરી મારી રહ્યો હતો.

હત્યારા પૂર્વ પતિ અને ભત્રીજાએ હત્યાને અંજામ આપીને ફરાપ થઈ ગયા હતા. જ્યારે હત્યારો પૂર્વ પતિ શાન્તુ અને ભત્રીજો શિવરાજ ઘરમાં જતા અને નીકળતા હતા. ત્યારે CCTV માં કેદ થઈ ગયા હતા. બંને જ્યારે પ્રસન્નબેનની હત્યા કરીને ઘરની બહાર નીકળ્યા ત્યારે ભત્રીજો શિવરાજ લોહીવાળા હાથ લૂછતો જોવા મળ્યો હતો અને પછી તે બંને એક બાઇક ઉપર ત્યાંથી ફરાર થઈ હયા હતા. મૃતક પ્રસન્નબેનના લગ્ન શાન્તુભાઈ કહોર સાથે થયા હતા.

પરિવારમાં એક પુત્ર રવિરાજ અને એક મોટી પુત્રી પાયલ છે. થોડા સમયથી પારિવારીક ઝગડાના પગલે પતિ પત્નીએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદથી બંને અલગ રહેતા હતા. મળતી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે ઝગડા ચાલતા હતા અને પતિને પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હતી. જેના પગલે પતિ શાન્તુભાઈએ તેના ભત્રીજા શિવરાજ કહોર સાથે મળીને પ્રસન્નબેનના ઘરે આવી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.

હાલ બંને સંતાનોએ માતાપિતાની છત્ર છાયા ગુમાવી છે. એક બાપને માતાની હત્યા માટે જેલમાં જવાનો વારો આવ્યો છે જ્યારે માતા આ બંન્નેને મુકીને સ્વધામ પહોંચી ગઈ છે. હાલ તો એક પરિવારીક ઝગડામાં પતિવાર વેરવિખેર થવા સાથે બે નાદાન નોધારા થયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.