બેડ પર હાથ-પગ બાંધીને પત્નીના પ્રાઇવેટ પાર્ટ સાથે પતિએ ચપ્પુ વડે કર્યો હુમલો, જુઓ સમગ્ર ઘટના જાણીને તમારું હૃદય કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ

પત્ની સાથે ઝઘડો થતાં પતિ એટલો ગુસ્સે થઇ ગયો કે તેણે તેના હાથ-પગ બાંધી દીધા અને તેના પર ચાકુ વડે હુમલો કર્યો. પેટ અને ગરદન પર એક પછી એક 10 વાર હુમલો કર્યા બાદ તેણે પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પત્ની ખરાબ રીતે ઘાયલ થઇ ગઇ હતી અને તેને ખૂબ લોહી પણ વહી રહ્યુ હતુ.

આ મામલો રાજસ્થાનના અલવર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકાની પાસેના નાહરપુર ગામનો છે. આ ઘટના સવારે 4 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નાહરપુર ગામની રહેવાસી દીપિકાના લગ્ન 13 વર્ષ પહેલા રતન સાથે થયા હતા. તેમને 8 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી છે. મહિલાના પરિવારનું કહેવું છે કે પતિએ દારૂ માટે પૈસા માંગ્યા હતા.

જ્યારે પત્નીએ ના પાડી તો તેણે આવી ખૌફનાક વારદાતને અંજામ આપ્યો. પાંચ ડોક્ટરોની ટીમે મહિલાનું ઓપરેશન કર્યું છે. મહિલાના પતિને દારૂની લત છે. જેના કારણે તે પિયર રહેતી હતી. તેનો પતિ પણ તેની સાથે રહેવા લાગ્યો. આમ છતાં દારૂ પીવા બાબતે તે પત્ની સાથે ઝઘડો કરતો હતો.

ગત રાત્રે પણ દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. આરોપ છે કે રતન તેની પત્ની પાસે દારૂ માટે પૈસા માંગતો હતો. પૈસા ન આપવા પર તે એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્નીને મારી નાખવાની યોજના બનાવી. સવારે 4 વાગ્યે રતને તેની પત્નીના હાથ-પગ પલંગ સાથે બાંધી દીધા હતા. આ પછી તેણે પેટ અને ગરદન અને પ્રાઈવેટ પાર્ટ પર છરી વડે ઘા કર્યા હતા.

આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ પછી પરિવારે મહિલાને અલવરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. દીપિકાના ભાઈએ જણાવ્યું કે, તેના જીજાજી દારૂ પીવે છે અને જુગારી છે. તેથી જ બહેનને પિયરે લઈ આવ્યા હતા. તે બાદ તેનો પતિ પણ અહીં આવી ગયો, પરંતુ તેણે જુગાર રમવાનું અને દારૂ પીવાનું બંધ ન કર્યુ.

તે દરરોજ તેની બહેનને દારૂના પૈસા માંગીને હેરાન કરતો. પરિવારનો આરોપ છે કે જ્યારે દીપિકાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે આ કુકર્મ કર્યુ. મહિલાનું ઓપરેશન કરનાર હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડોક્ટરે જણાવ્યું કે મહિલાના ગળા, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર ચાકુ મારવામાં આવ્યુ હતુ.

બે જગ્યાએથી આંતરડાને નુકસાન થાય છે. 90%થી વધુ લોહી વહી ગયું હતુ. અત્યાર સુધીમાં 5 યુનિટ રક્ત ચડાવવામાં આવ્યું છે.પિતાની કરતૂતને 12 વર્ષની પુત્રી પૂજાએ પોતાની આંખે જોઈ હતી. જ્યારે માતાએ બૂમો પાડી ત્યારે પિતા ચોરીછૂપીથી ઘરમાંથી ભાગી ગયા અને તે બાદ પૂજા મામા પાસે ગઈ અને પછી દીપિકાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *