રાજકોટમાં સીટી બસનો ડ્રાઈવર ભાન ભુલ્યો, બસમાં છેડતી કરતા યુવતીનો મગજ ગયો ને જાહેરમાં ખેંચીને લાફા ઝીંક્યા : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં કોલેજીયન યુવતીની સિટી બસમાં ડ્રાઈવર દ્વારા છેડતી કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે યુવતી રોષે ભરાઈ હતી અને તેણે સરા જાહેર ડ્રાઈવરને તમાચા ઝીંક્યા હતા. જેને પગલે લોકોનું ટોળું એકઠું થયું હતું. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, છેડતી કરનાર ડ્રાઈવર રૂમાલથી પોતાનો ચહેરો છૂપાવી રહ્યો છે. જ્યારે યુવતી અત્યંત રોષે ભરાઈ છે અને ડ્રાઇવરને બેફામ ગાળો ભાંડીને તેને તમાચા મારવા દોડે છે. એ સમયે ડ્રાઈવરની સાથે રહેલા કંડક્ટરે ડ્રાઈવરનો બચાવ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો.

છતાં પણ રોષે ભરાયેલી યુવતીએ તેની પાસે જઈને એક બાદ એક તેને તમાચા માર્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જો કે, આ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નોંધનીય છે કે રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર અવારનાર તેમની બેદરકારીના કારણે પોલીસના ચોપડે ચડી ચુક્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/09/17/09-rajkot-yuvati-ranchadi-bani-shubham_1663414903/mp4/v360.mp4 )

આજથી 8 મહિના પહેલા શહેરના માલવિયા ચોક ખાતે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. અને રસ્તા વચ્ચે સિટી બસ ઊભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો.

આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. જેને પગલે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.