ભારતીઓએ તારું શું બગાડ્યું છે ભાઈ? / ટેક્સાસમાં ‘મને ભારતીયો પ્રત્યે નફરત છે’ આવું કહીને 4 મહિલાઓ સાથે મારપીટ કરી અને પછી કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાની હિચકારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ટેક્સાસના રસ્તાઓ પર ઘૂમી રહેલી ભારતીય મૂળની મહિલાઓ સાથે અમેરિકન-મેક્સિન મહિલાએ ખુબ ગેરવર્તણૂક કરી અને મારપીટ કરી ત્યારબાદ ગન દેખાડીને શૂટ કરવાની કોશિશ પણ કરી. ( વિડિઓ નીચે આપેલો છે )

પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હુમલાખોર મહિલા ભારતીય-અમેરિકન મહિલાઓ સાથે ગેરવર્તણૂંક કરી રહી છે અને તેમને ભારત પાછા જતા રહેવાની વાત કરી રહી છે. તે કહે છે કે મને ભારતીયોથી નફરત છે.

આ ઘટના બુધવાર રાતના ટેક્સાસના ડલ્લાસના પાર્કિંગની છે. જ્યાં 4 ભારતીય મૂળની મહિલાઓ હોટલમાં ભોજન કર્યા બાદ પાર્કિંગ તરફ જઈ રહી હતી. અચાનક ત્યારે અમેરિકન મેક્સિકન મૂળની મહિલા આવી અને ભારતીય મહિલાઓ પર ભદ્દી ટિપ્પણી કરવાની શરૂ કરી દીધી. તે મહિલાએ ભારતીય મહિલાઓને કહ્યું કે ‘હું તમને ભારતીયોને નફરત કરુ છું. ( વિડિઓ નીચે આપેલો છે )

આ બધા લોકો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે.’ સમગ્ર અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. જેઓ આ ઘટનાથી સ્તબ્ધ છે. મેક્સિન-અમેરિકન મહિલાની ઓળખ પ્લાનોની એસ્મેરાલ્ડા અપ્ટન તરીકે થઈ છે.

આ વીડિયોને જે વ્યક્તિએ પોસ્ટ કર્યો છે તે એક ભારતીય અમેરિકન મહિલાનો પુત્ર છે. તેણે કહ્યું કે મારી માતાએ શાંત રહીને તે મેક્સિન અમેરિકન મહિલાની ગેરવર્તણૂંકનો જવાબ આપ્યો. તે સતત હુમલાખોર મહિલાને ભદ્દી ટિપ્પણીઓ ન કરવાનું કહેતી હતી. બૂમો પાડતા મેક્સિકન-અમેરિકીન મહિલાએ કહ્યું કે, ‘જ્યાં હું જઉ છું, ત્યાં તમે ભારતીયો હોવ છો. ( વિડિઓ નીચે આપેલો છે )

જો ભારતમાં જીવન એટલું સારું છે તો તમે અહીં કેમ છો.’ જ્યારે મહિલાની ગેરવર્તણૂંક વધી ગઈ તો મારી માતાએ તેમનો વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો. આ જોઈને તે વધુ ભડકી ગઈ અને મારી માતા અને મિત્રો પર હુમલો કર્યો.

એસ્મેરાલ્ડા અપ્ટન પર પોલીસે અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. જેમાં વંશીય હુમલો, અને આતંકી હુમલાની ધમકી સામેલ છે. આ ઉપરાંત તેના પર 10 હજાર અમેરિકી ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ ઘટના પર એશિયન મૂળના અમેરિકી નેતા રીમા રસૂલે પણ ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘આ ડરામણો અનુભવ હતો. તે મહિલા પાસે ગન પણ હતી. તે તેનાથી તે મહિલાઓે શૂટ કરવા માંગતી હતી. તે મહિલાને તેમના અંગ્રેજી બોલવાથી રીતથી પરેશાની હતી. તેના વિરુ્દધ કેસ ચાલવો જોઈએ.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.