હમંત્રી અમિત શાહના નામ પર 2 કરોડની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ભષ્ટ્રાચારના વિરૂદ્ધ ભાજપની ઝીરો ટોલરેન્સી પોલિસીના પરિણામે અમિત શાહના આદેશ પર ભાજપ નેતા અને તેમના પુત્ર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આખરે ભાજપના તે કયા નેતા છે જેણે ગૃહમંત્રીના નામે છેતરપિંડી આચરી છે. આવો જાણીએ.
ભાજપના નેતા અને રેલવે પેસેન્જર સર્વિસ કમિટીના ચેરમેન અને તેમના પુત્રો પર ગૃહમંત્રી અમિત શાહના નામ પર 2 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આરોપ મુંબઇના એક હોટલના કારોબારીએ લગાવ્યો છે. ભાજપ નેતા અને રેલવે પેસેન્જર સર્વિસ કમિટીના ચેરમેન રમેશચંદ્ર રત્ન બૃજેશ રત્નએ રેલવે ઉપરાંત ઘણા પ્રોજેક્ટ અપાવવાના નામે તેમની પાસેથી 100 કરોડની ડીલ કરે અને 2 કરોડ એડવાન્સ લઇ લીધા, પછી ખબર પડી કે તેમની સથે છેતરપિંડી થઇ છે.
દિલ્હી પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. ફરિયાદ કર્તાના અનુસારના અનુસાર તે હોટલના બિઝનેસમાં છે અને રેલવે પણ કામ કરવા માંગે છે. આ મુદ્દે તેમની મુલાકાત ગુજરાતના રહેવાસી રાહુલ શાહ અને અનીલ બંસલ સાથે થઇ. બંનેએ આ વર્ષે 27 માર્ચના રોજ બ્રજેશ રત્ન સાથે મળવા માટે લુટિયન દિલ્હીના કુશક રોડના આ બંગલા પર બોલાવ્યા.
કહેવામાં આવ્યું કે બ્રજેશના પિતા રમેશ ચંદ્ર રત્ન ભાજપ નેતા છે અને રેલવે બોર્ડના ચેરમેન છે. એ પણ કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પુત્ર સાથે દરરોજ ઉઠવા બેસવાનું છે. ત્યારબાદ 28 માર્ચના રોજ રેલવેના 28 પ્રોજેક્ટ અપાવવાના નામે બૃજેશ રત્નએ 100 કરોડની ડીલ કરી અને ટોકન મની તરીકે રાહુલ શાહ અને અનીસ બંસલે 2 કરોડ રૂપિયા એડવાન્સ લઇને તે રાત્રે અમિત શાહ સાથે વાત કરવાનો વાયદો કર્યો.
પરંતુ ફરિયાદકર્તાએ પોતાના જાણકારથી ખબર પડી કે રમેશ ચંદ્ર રત્ન રેલવે બોર્ડના ચેરમેન નથી. તો તેમને પોતાને છેતરપિંડીનો અહેસાસ થયો. તેમણે રાહુલ શાહ અને અનીલ બંસલના તેમના પૈસા પરત આપવા કહ્યું તો તેમણે ઘણા દિવસો સુધી આનાકાની કરવા લાગ્યા. જોકે પૈસા અમિત શાહના નામ પર લેવામાં આવ્યા હતા જોકે તે પોતે અમિત શાહને મળવા પહોંચી ગયા અને તેમના સ્ટાફને સમગ્ર વાત જણાવી.
ત્યારબાદ અમિત શાહના આદેશ પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એફઆઇઆર નોંધાવી હતી. આ મામલે જ્યારે ઝી ન્યૂઝએ સચ્ચાઇ જાણવા માટે રેલવે પેસેંજર સર્વિસ કમિટીના ચેરમેન રમેશ ચંદ્ર સાથે વાત કરી તો તેમણે આ સમગ્ર છેતરપિંડીમાં પોતાના અને પોતાના પુત્રો સામેલ હોવાની ના પાડી અને ફરિયાદકર્તા પર જ જાણીજોઇને ખોટો ફસાવવાનો આરોપ લગાવ્યો.
તો બીજી તરફ આ મામલે દિલ્હી પોલેસે કેસ દાખલ કરી રાહુલ શાહ, અનીલ બંસલ અને બૃજેશ રત્નના નિવેદન નોંધી પોતાની તપાસને આગળ વધારી રહી છે. સ્પેશિયલ સેલ હવે તપાસ કરી રહી છે કે આખરે કેવી રીતે કોઇ બહારી વ્યક્તિ કોઇ ભાજપના નેતાની મિલીભગતથી અમિત શાહના નામ પર 100 કરોડની ડીલ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!