‘દારૂડિયો’ ભાન ભુલ્યો / જસદણમાં દારૂડિયાએ કહ્યું : રોજ 20 લીટર દારૂ વેચું છું અને પિવ પણ છું, કોઈના બાપ થી ડરતો નથી, જુઓ પોલીસને પણ કહ્યું એવું કે જાણીને તમે લાલચોળ થશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

જસદણના ગઢડિયા ગામે ‘રોજ એકલો 20 લીટર દારૂ વેચુ, પીવ પણ છું, કોઈનાથી ડરતો નથી, પોલીસને પણ હપ્તો આપું છું’નો બકવાસ કરતો દારૂડિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આથી જસદણ પોલીસે તાત્કાલિક તપાસ કરી ગઢડીયાના આ શખસને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

પોલીસ પૂછપરછમાં આ શખસ દારૂના નશામાં બકવાસ કરતો હોવાની કબૂલાત આપી હતી. સોશિયલ મીડિયામાં દારૂડિયા શખસનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તે જસદણના ગઢડિયા ગામમાં ‘હું એકલો દારૂ વેચુ છુ અને દારૂ પીવ પણ છું, હું કોઈનાથી ડરતો નથી, પોલીસને પણ હપ્તો આપું છું’ તેવો બકવાસ કરતો નજરે પડે છે.

આ વીડિયો જસદણના ગઢડીયા ગામનો હોવાનું જણાતા જસદણ પોલીસ મથકના PI કે.જે. રાણા સહિતના સ્ટાફે તપાસ કરી વીડિયોમાં દેખાતા વ્યક્તિની શોધખોળ કરી હતી. બાદમાં ગઢડીયા ગામે રહેતા હરેશ ઉર્ફે હડિયો રમેશભાઈ પરમારની અટકાયત કરી તેની શાન ઠેકાણે લાવી દીધી હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

પોલીસ પૂછપરછમાં આ વીડિયો 10 દિવસ પહેલાનો હોવાનું અને વીડિયો સમયે પોતે દારૂના નશામાં હોય તે શું બોલ્યો તેનું તેને ભાન ન હોવાની કબૂલાત આપતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગઢડીયા ગામે અવારનવાર પેટ્રોલિંગ ફરવામા આવે છે અને દારૂના કેસો પણ કરવામા આવે છે.

આરોપીએ પોલીસ પૂછપરછમાં વધુમાં કબૂલ્યું હતું કે, મને દારૂ પીવાની ટેવ હોય પોલીસની કાર્યવાહીના કારણે મેં આ વીડિયો ઉતાર્યો હતો. જે-તે સમયે વીડિયો ઉતાર્યો ત્યારે હું દારૂ પી નશામાં હતો. નશામાં હું વીડિયોમા શુ બોલ્યો હતો તેની મને કાંઈ ખબર નથી.

( દારૂડિયાનો વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/25/07-rajkot-darudiyo-shailesh_1661429311/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.