બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી / જો ભારત અંગે બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડશે તો જાણીને તમે પણ હચમચી જશો

ઇન્ડિયા

પોતાની ભવિષ્યવાણી અંગે જાણીતા પ્રખ્યાત બાબા વેંગાની એક ભવિષ્યવાણીએ ફરી લોકોની ચિંતા વધારી દિધી છે. હકીકતમાં આ વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના ત્રણ મહિના બાકી છે. અને જો તેમની આ ભવિષ્યવાણી સાચી પડી તો ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે.

તેવાવમાં ચિંતા એટલા માટે થાય કારણ કે આ પહેલા પણ બાબાની ભવિષ્યવાણી સાચી પડી છે. જેનામાંથી બે આ વર્ષથી જ જોડાયેલી છે. બાબા વેંગાએ વર્ષ 2022 અંગે લખેલી ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં પૂર આવશે, મોટા પ્રમાણમાં નુકસાન થશે. બીજી ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે દુનિયાના અનેક શહેરોમાં દુષ્કાળ અને જળ સંકટ ઉભુ થશે.

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં દુનિયામાં ભયાનક પ્રાકૃતિક આપદા આવશે. ભૂકંપ અને ત્સુનામીની શક્યતા છે. એશિયાઈ દેશોએ ભયાનક પૂરનો સામનો કરવો પડશે. મહત્વનું છે કે 1947 પહેલા ભારતના ભાગ રહેલા પાકિસ્તાન પૂરથી અસરગ્રસ્ત હતું.

આ સિવાય ત્સુનામીથી અનેક લોકોની મોત થવાની વાત પણ કહી હતી. મહત્વનું છે કે ધ સનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ વર્ષે દુનિયાનના તાપમાનમાં ઘટાડો થશે જેથી તીડનો પ્રકોપ વધશે. જેના કારણે હરિયાલી અને ભોજનની શોધમાં તેઓ ભારત પર હુમલો કરશે. જેનાથી દેશના અન્ન ભંડાર પ્રભાવિત થશે. અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થશે.

જોકે સોશિયલ મીિયામાં લોકોનું એવુ માનવુ છે કે બાબાની ભવિષ્યવાણી પહેલા પણ અનેક વખત ખોટી સાબિત થઈ છે. એટલે ડરવાની જરૂર નથી.

બાબા વેંગાની આ ડરાવની અને ખતરનાક ભવિષ્યવાણી જેમાં લાખો લોકોને બે વખત જમવાની તંગી સર્જાશે, તે જાણીને લોકો અલગ અલગ પ્રિતિક્રિયા આપી રહ્યાં છે. જોકે બાબાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થશે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *