રોડ પર અજાણ્યા વ્યક્તિને લીફ્ટ આપતા હોવ તો અત્યારે જ થઇ જજો સાવધાન, જુઓ સુરતમાં એવી ગેંગ ઝડપાય કે જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

‘ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો’ સામાન્ય રીતે હર કોઈ લોકો મદદ કરતાં હોય છે અને રસ્તા પર કોઈ લીફ્ટ માંગે તો આપે પણ છે. આમ દરેક લોકો મદદ કરવાની ભાવના રાખતાં હોય છે. પરંતુ ક્યારેક મદદ કરવી મોંઘી પડે છે. આવું જ કંઇક સુરતમાં બન્યું છે.

રસ્તામાં કોઈ ‘મારો દીકરી બીમાર છે’ કહીને લિફ્ટ માંગે તો સાવધાન થઇ જજો. કારણ કે સુરતમાં આવી જ એક ગેંગ સક્રિય થઇ છે. જે હનીટ્રેપ દ્વારા લોકોને ફસાવે છે. સુરત પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં હનીટ્રેપનો એક અલગ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક રાહદારીએ કાર ચાલક પાસે લિફ્ટ માંગીને તેને ફસાવી દીધો. આરોપીએ કાર ચાલક પાસે મારો દીકરો બીમાર છે કહી લીફ્ટ માંગી હતી. લિફ્ટ આપતા આરોપીએ ચપ્પુ બતાવીને તેની સાથે આવેલી મહિલા સાથે કારચાલકના ફોટા પાડી દીધા હતા.

જે બાદમાં વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 20 લાખની માંગણી કરી. ત્યારબાદ ગભરાયેલા કાર ચાલકે રૂપિયા 5 લાખમાં સમગ્ર મામલાને પતાવી દીધો. હાલમાં સુરત પોલીસે આ ગેંગ અને તેના કરતૂતોને લોકો સમક્ષ લાવી રહી છે. સુરત પોલીસે બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હનીટ્રેપના ગુનાના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલ આરોપીઓમાં લાલજી શિવરાજ લખધીરભાઇ, અલ્પેશકુમાર ઉર્ફે જીજુ પટેલ લલિત ચૌહાણ અને રૂકિયાબેન ફાતિમાબેન વોહરાની ધરપકડ કરીને તેઓને જેલમાં ધકેલી દેવાયા છે. આરોપીઓએ લિફ્ટ માંગ્યા બાદ કાર ચાલકનું અપહરણ કરી લીધું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *