સુરતમાં હવે આગ લાગશે તો રોબોટ આગ ઓલવશે, જુઓ સુરત મહાનગર પાલિકાએ એવો રોબોટ ખરીદ્યો કે જે આગના ગોટાની વચ્ચે જઈને લોકોને બચાવશે : જાણો રોબોટની ખાસિયતો

ટોપ ન્યૂઝ સુરત

સુરત આગની ઘટના માટે પ્રખ્યાત છે. સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે અને તેમાં પણ તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધનો વસાવી રહ્યું છે. ત્યારે આ અદ્યતન સાધનોમાં વધુ એક ઉમેરો થયો છે. આજે ફાયર વિભાગની ટીમમાં નવો રોબોટ સામેલ થયો છે, જે આગ બચાવવાની ઘટનામાં કામમાં આવશે.

સુરત ફાયર વિભાગની ટીમમાં જે રોબોટ સામેલ થયો છે, તેનું નામ ફાઇટર રોબોટ છે. આ રોબોટની ખાસિયત એ છે કે, તે થર્મલ રેજીસ્ટ છે. જ્યારે પણ આગની ઘટના બનશે અને ધુમાડાનું પ્રમાણ વધુ હશે ત્યારે આ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. આ રોબોટ 150 મીટર સુધી પાણીનો મારો ચલાવી શકે છે. જેમાં એક મિનિટમાં 4 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત 8 કલાક સુધી તેની બેટરી ચાલે છે. આગના કારણે ધુમાડાનું પ્રમાણ વધુ હશે અને કોઈ ફાયર ફાઇટર અંદર જઇ શકે તેમ ના હોઈ ત્યારે આ રોબોટને મોકલવામાં આવશે અને ત્યાં કોઈ ફસાયું છે કે કેમ તે પણ કેમેરાની મદદથી જાણી શકાશે.

ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર સુરતના ચોક બજાર કિલ્લાના પટાંગણમાં ફાયર ફાઈટીંગ રોબોટ, 3 ફોમ કમ વોટર ટેન્ડર અને 2 ફાયર એન્જીન, 2 વોટર બોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાહનોનો ઉપયોગ સુરત શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરેમાં લાગેલી આગમાં અગ્નિશમન માટે થઈ શકે છે.

આ વાહનોનો ઉપયોગ શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈ રાઈઝ ઈમારતો વગેરેની આગમાં અગ્નિશમન માટે પણ થઈ શકે છે. શુક્રવારે મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા આ વાહનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર અને ઈમરજન્સી વિભાગ માટે ઓનલાઈન ફાયર એનઓસી માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ લોન્ચ કરવામાં આવશે.નોંધનીય છે કે તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયર વિભાગે અગ્નિશમન સાધનો અને વાહનોમાં સતત વધારો કર્યો છે.

આ રોબોટ ફાઇટર જ્યાં આગ કરતા ધુમાડાનું પ્રમાણ વધુ હશે ત્યારે વાપરવામાં આવશે. કારણ કે અગાઉ કતારગામમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ધુમાડાના કારણે ફાયર વિભાગના કર્મચારીઓ ગુગળાયા હતા. તેઓ અંદર જઈ શક્યા ન હતી. જેથી જ્યાં પણ ધુમાડાનું પ્રમાણ વધુ હશે ત્યાં થર્મલ કેમેરાનો ઉપગોગ કરવામાં આવશે. તેમજ અંદર કોઈ ફસાયું છે કે કેમ તે પણ ફાયરના અધિકારીઓ જાણી શકશે.

જુઓ રોબોટની ખાસિયત

  • આ રોબોટ દાદર પણ ચઢી શકશે. જો પહેલા માળે આગ લાગી હશે તો ત્યાં પણ રોબોટ દાદર ચઢીને જશે.
  • રોબોટ થ્રિ સિકસટી ડિગ્રી રિમુવેબલ છે.
  • 8 કલાક સુધી રોબોટ તેની સેવા આપી શકે તેટલો બેટરી બેકઅપ રહેશે
  • આ રોબોટને ખાસ વાહનમાં રાખવામાં આવશે, જ્યાં આ વાહનમાં જનરેટરની પણ સુવિધા મુકવામાં આવી છે કે જેથી રોબોટ ચાર્જ કરી શકાય.

આવનારા સમયમાં સુરત મહાનગર પાલિકા વધુ રોબોટની ખરીદી કરશે. આ રોબોટ ચલાવવા માટે ફાયરના કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાએ રૂ 1.42 કરોડના ખર્ચે આ રોબોટ ખરીદ્યો છે. અને આવનારા સમયમાં જીઆઇડીસીમાં પણ આવો રોબોટ આપવામાં આવશે.

આમ સુરત મનપા દ્વારા ફાયરના સાધનોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.અદ્યતન સુવિધા સાથે વસાવવામાં આવેલું ફાયર રોબોટ મશીન હવે કોઇપણ આગની દુર્ઘટનામાં રોબોટથી કાબૂ મેળવી શકાશે. રિમોટથી ઓપરેટ થતું રોબોટિક ફાયર મશીન ખરીદાયું.આ રોબોટિક મશીન કિંમત 1 કરોડ 4 લાખ ખરીદવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રથમ રોબોટ ફાયર મશીન સુરત મનપા દ્વારા ખરીદવામાં આવ્યું છે. રોબોટ મશીન સાથે 7 ફાયર ફાયટરની ગાડીઓની ખરીદી પણ કરાઇ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.