ઝપાઝપીનો મામલો / ભાજપના નેતા મંચ પર આવશે તો ચામડી ઉખાડી નાખીશું, જાણો કેમ રાકેશ ટિકૈતનું મગજ છટક્યું

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચેની ઝપાઝપી બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ધમકી આપી કે ભાજપના નેતા મંચ પર આવશે તો બેલ્ટથી ફટકારવામાં આવશે.

  • ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચેની ઝપાઝપી
  • ગુસ્સે ભરાયેલા રાકેશ ટીકૈતનો મગજ ગયો
  • ધમકીભર્યા સ્વરે બોલ્યા ભાજપના નેતા મંચ પર આવશે
  • તો ચામડા ઉતરડી નાખીશું 

રાકેશ ટીકૈતે જણાવ્યું કે તેઓ ત્યાં આવ્યાં અને તેમના કોઈ નેતાનું સ્વાગત કરવા માંગે છે, આ કેવી રીતે હોઈ શકે. આ સંયુક્ત મોરચનાનું મંચ છે. જો મંચ પર જવું હોય તો તેમાં સામેલ થઈ જાવ. તેમણે કહ્યું કે જો મંચ પર આવવું હોય તો ભાજપ છોડીને આવો. જે કબજો કરવાની કોશિશ કરશે તેમની બેલ્ટથી ફટકારવામાં આવશે.

હા, ધમકી આપી રહ્યો છું

ટિકૈતે જણાવ્યું કે હા, હું ધમકી આપી રહ્યો છું. મંચ પર કબજો કરવો નહીં દેવાય. આખા પ્રદેશમાં ભાજપને ક્યાંય પણ આવવા નહીં દેવાય. ટિકેતે જણાવ્યું કે અમારા માણસોએ કોઈની ગાડી પર પથ્થરમારો કર્યો નથી. જો કોઈ આવશે તો તેમની ગાડી નહીં નીકળવા દેવામાં આવે. જે પણ ભાજપનો કાર્યકર મંચ પર આવશે તેની સામે એક્શન લેવામાં આવશે.

આ જગ્યાએ ભાજપના નેતાઓ અને ખેડૂતો બાખડ્યા, ગાડીઓમાં કરાઈ તોડફોડ
કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા થયેલા પ્રદર્શનને સાત મહિના વીતી ગયા છે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશ ગેટ ગાજીપુર બોર્ડર પર સવારે ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે મારામારીની ઘટના સામે આવતા અરેરાટી ફેલાઈ છે. આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને અમુક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી અનુસાર, આશરે સવારે 10 વાગ્યે ભાજપના કેટલાંક કાર્યકર્તા ભાજપ નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં આંદોલન સ્થળની નજીક પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ અંગે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને કાળા વાવટા ફરકાવવાનું શરૂ કર્યુ હતું.

ભાજપ નેતાની સ્વાગતવિધિ દરમ્યાન થઈ તોડફોડ
ભાજપના એક કાર્યકર્તાએ કહ્યું, અમે અમારા નેતાનું સ્વાગત કરી રહ્યાં હતાં. આ દરમ્યાન અમુક લોકો સામે આવ્યાં. જેમના હાથમાં લોખંડના ડંડા હતા. તેમણે ગાડીઓમાં તોડફોડ કરી હતી અને મારામારી કરી. પ્રદર્શનકારીઓએ લગભગ 70 થી 80 ગાડીઓમાં તોડફોડ કરી છે. ભાજપ નેતા રનિતાસિંહે કહ્યું, ભાજપ નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં અમે શાંતિપૂર્ણ રીતે ઉભા હતા. આ દરમ્યાન ટીકૈતના સમર્થકો હથિયાર લઈને આવ્યાં હતા અને અમારી બહેનોની સાથે મારામારી કરી હતી. જેના કારણે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published.