જુઓ તો ખરા આજકાલના છોકરા / પિતાએ ભણવા માટે ટકોર કરી તો દિલમાં લાગી આવતી 18 વર્ષીય દીકરીએ કર્યો આપઘાત – જાણો ક્યાંની છે આ ઘટના

ગુજરાત ટોપ ન્યૂઝ વલસાડ

ગુજરાત : વલસાડ(Valsad)ના પારડી(Pardi)ની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થિનીને પિતાએ ભણવા બાબતે ઠપકો આપી ડેટા ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પારડી શહેરમાં સોના દર્શન બિલ્ડિંગના સી- 2, ફ્લેટ નંબર 2માં રહેતા અને નાસ્તાની લારી ચલાવી રહેલ મૂળ સુખેશ દેવજી ફળિયાના વિજયભાઈ કેશુભાઈ પટેલ પોતાની પત્ની સાથે બે બાળકો નિધિ તથા ફેનીલના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા હતા. બુધવારના રોજ વહેલી સવારે પોતાનો ધંધો શરૂ કર્યા પછી 11 વાગ્યે બટાકા લેવા માટે ઘરે આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, દરવાજો ખખડાવ્યો હતો અને ઘરમાં હાજર પોતાની 18 વર્ષની પુત્રી નિધિને બુમો મારવા લાગ્યા હતા તેમ છતાં પણ તેની દીકરીએ દરવાજો ન ખોલતા બારીમાં મચ્છર માટે લગાવેલ જાળી હટાવી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા અને નિધિને રસોડામાં પંખાના હુક વડે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લટકતી હાલતમાં જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ જોતા જ તાત્કાલિક પત્ની સાથે દુપટ્ટો કાપી પુત્રીને પારડી હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરી નિધિ ધોરણ 12 સાયન્સમાં અશ્વમેઘ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ને અવારનવાર વાંચવા બાબતે કહેતા હોવાને કારણે ખોટું લાગી જતા તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે. 18 વર્ષીય વિદ્યાર્થિનીના આપઘાતથી પંથકમાં શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.