મોંઘવારીનો ડબલ અટેક / એક તરફ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો તો બીજી તરફ રસોઈ ગેસના બાટલાના ભાવમાં ભડકો, જાણો વધીને ક્યા પહોચ્યા ભાવ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

રાજધાની દિલ્હીમાં આજ રોજ (મંગળવાર) એટલે કે 22 માર્ચ 2022 નાં રોજથી પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 96.21 થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટરથી વધીને હવે 87.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

તો બીજી બાજુ ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી 50 રૂપિયા મોંઘો થયો છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના કારણે છેલ્લાં ઘણા મહિનાઓથી એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી રહી હતી. છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતાં.

આજથી એટલે કે 22 માર્ચ 2022થી દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 949.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલાં તે 899.50 રૂપિયા હતો. જો આપણે કોલકાતાની વાત કરીએ તો 6 ઓક્ટોબર 2021ના રોજ 14.2 કિલો નોન-સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 926 રૂપિયા હતી, જે આજથી 976 રૂપિયા થઈ ગઈ. એ જ રીતે, લખનઉમાં કિંમત રૂ. 938થી વધીને રૂ. 987.5 થઈ ગઈ છે. પટનામાં તે 998 રૂપિયાથી વધીને 1039.5 રૂપિયા થઈ ગયો છે.

6 ઓક્ટોબર 2021 બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર 21 માર્ચ 2022 સુધી સસ્તો કે મોંઘો ન હોતો. જો કે, આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 140 ડોલરને પાર કરી ગયા હતાં. જો કે, આ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2021 થી 1 માર્ચ 2022 ની વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 275 રૂપિયાનો વધારો થયો છે જ્યારે 1 માર્ચ 2021 થી 2022 ની વચ્ચે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં માત્ર 81 રૂપિયાનો વધારો થયો છે. હવે ઘરેલુ સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ એવાં સમયે વધારો કરવામાં આવ્યો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર પર આવી ગઈ. તમને જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન તણાવ બાદ ક્રૂડ ઓઈલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી, તે સમયે વિધાનસભા ચૂંટણી વચ્ચે ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો ન હતો.

ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) નાં નવીનતમ અપડેટ અનુસાર, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 22 માર્ચ 2022 નાં રોજ પેટ્રોલનો દર 109.98 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 110.82 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે ડીઝલની કિંમત 95 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જે 4 મહિનાથી વધુ સમયથી 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું.

જાણો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો વધારો?
– અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95.93 અને ડીઝલનો ભાવ 98.96 થયો
– વડોદરામાં પેટ્રોલ 95.58 અને ડીઝલ 98.61
– સુરતમાં પેટ્રોલનો ભાવ 95.81 અને ડીઝલનો ભાવ 89.86
– રાજકોટમાં પેટ્રોલનો ભાવ 95.69 અને ડીઝલનો ભાવ 89.74


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.