સાવધાન! / અમદાવાદમાં હોવ અને વાહન અથડાય તો ધ્યાન રાખજો, જુઓ એક વ્યક્તિની આ કારણોસર જાહેરમાં હત્યા કરતા પોલીસ અડધી રાત્રે દોડતી થઇ

અમદાવાદ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંમાં મોડી રાત્રે યુવકની હત્યા કરવામાં આવી. વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા થતા પોલીસ દોડતી થઈ હતી. જેમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી અને એક આરોપી હજુય ફરાર છે. પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપી પર આરોપ છે હત્યાનો અને આરોપીઓન નામ છે સલમાન અને પ્રકાશ વાઘેલા.

આ બને આરોપીઓએ અન્ય એક સોહેલ નામના વ્યક્તિ સાથે મળી એક યુવકને રહેંસી નાખ્યો અને મૃતકના ભાઈ પર છરીથી હુમલો પણ કરી દીધો હતો. આરોપી અને મૃતક તથા તેનો ઇજાગ્રસ્ત ભાઈ બાળપણના જ મિત્રો છે. હત્યાની ઘટનાની વાત કરીએ તો વસીમ રાણા વાળંદની દુકાને હાજર હતો. ત્યારે તેના મિત્ર મોઇન પઠાણ સાથે ઉભો હતો. ત્યારે ત્યાંથી સાહિલ ત્યાંથી વાહન લઈને નીકળતા ટક્કર વાગી અને બાદમાં બબાલ થતા ઇજાગ્રસ્ત વસીમ વચ્ચે પડ્યો હતો.

બાદમાં આરોપી સાહિલ તેના ભાઈ અને અન્ય એક વ્યક્તિ સાથે આવી છરી મારતા વસીમને ઇજાઓ પહોંચી હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા રફીકનું મોત થયું હતું. હાલ પોલીસે આરોપી સલમાન અને પ્રકાશની ધરપકડ કરી છે. જ્યારે સલમાનનો ભાઈ સોહેલ પઠાણ હજુ પોલીસ ગિરફતથી દૂર છે. આરોપી સલમાનને અગાઉ તડીપાર કર્યો હતો.

જે ચોરી સહિતના ગુના આચરવાની ટેવ ધરાવે છે. નશો કરવાની આદત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક તેનો ભાઈ અને બે આરોપી ભાઈઓ બાળપણના મિત્રો છે. પણ અકસ્માત જેવા રાઈના દાણા જેવી ઘટનામાં એક યુવકનું મોત થતાં પરિવારજનો ન્યાયની માંગણી કરી પોલીસને રજુઆત કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ફરાર આરોપી ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.