આવી ક્રૂરતા તમે ક્યારેય નહિ જોય હોય, ફોટોશૂટનું કહીને સગીરાને એવી જગ્યાએ લઈ ગયા અને પછી કર્યું એવું કે જાણીને તમને પણ ઝટકો લાગશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સગીરાની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં સગીરાના મિત્રના મામાએ મિત્રતા કરી ફોટો શૂટ કરાવવાના બહાને હોટલમાં લઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. તસ્વીરમાં જોઈ રહ્યા છો તેનું નામ છે જય કિશન. જે પૂર્વ વિસ્તારમાં નરોડા પાસે રહે છે. હાલ તેની સામે એક સગીરાની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ સગીરા સાથે પહેલા મિત્રતા કરી હતી.

ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપ-લે કરી હતી. બાદમાં વાતચિત કરી સગીરાને ફોટાશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવી હોટલમાં ફોટોશૂટ કરવા લઇ ગયો હતો. જ્યાં તેને આલિંગનમાં લઇ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી અને સગીરા વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ ન હતો.

(સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપી જય કિશન)

સગીરાનો એક ફ્રેન્ડ હતો. તેણે તેના મામા સાથે આ સગીરાની મુલાકાત કરાવી હતી અને બાદમાં ફ્રેન્ડના મામાએ ભાણીયાની આ સગીર ફ્રેન્ડ ગમી જતા તેને પ્રેમ કરતો હોવાનું નાટક કરી લગ્નની લાલચ પણ આપી હતી. આટલું જ નહીં આરોપી જય કિશન આ સગીરાને કેટરિંગનું કામ કરાવવાના બહાને રાજકોટ પણ લઇ ગયો હતો. જ્યાં અનેક વાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.

સગીરા રાજકોટથી આવ્યા બાદ ત્રણેય શરીરના ગુપ્ત ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. જે બાદ સગીરાને શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ હતી. જેથી તે પહેલા એક ડોક્ટર પાસે ગઈ જ્યાં તેને એક એનજીઓની મહિલા મળતા આ એનજીઓની મહિલાએ સગીરાની માતાનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલાની જાણ કરી હતી.

આટલું જ નહીં આરોપીના ઘરે સગીરાની માતા જતા આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું. ત્યારે હવે પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.