લગ્નોની સિઝન ચાલી રહી છે. અજીબોગરીબ વીડિયો સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ લગ્નમાં દુલ્હો કુતરાને લઈને લગ્નમાં પહોચે છે તો, ક્યારેક કોઈ બોલાવ્યા વિના જ લગ્નમાં જમવા ઘુસી જાય છે અને પકડાઈ જતા વાસણો ધોવા પડે છે. આને લગતા ઘણા વીડિયો સામે આવ્યા છે. હાલ આવો જ એક વિડિયો ખૂબ ચાલી રહ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )
આ વિડીયોમાં છોકરાઓ લગ્નના વાસણો સાથે ડાન્સ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, ન તો આ છોકરાઓ નાગિન ડાન્સ કરી રહ્યા છે કે ન તો સ્ટેજ ડાન્સ રહ્યા છે, પરંતુ આ છોકરાઓ વાસણ ડાન્સ કરી રહ્યા છે. વીડિયો એક લગ્નનો છે. લગ્નમાં ગીત વાગી રહ્યું છે.
કેટલાક છોકરાઓના હાથમાં ખાલી વાસણો હોય છે અને તેઓ ગાંડાની જેમ ડાન્સ કરી રહ્યા છે. તેઓ ખાલી વાસણોને એકબીજા સાથે પછાડી ડાન્સ કરતા વિડીયોમાં નજરે ચડ્લયા છે, લગ્નમાં જનરેટરના અવાજ પર નાચતા લોકોના ઘણા વીડિયો સામે આવ્યા છે. (વિડિઓ નીચે આપેલો છે )
વિડીયો વાયરલ થતા લોકોએ કહ્યું ખાવાનું ખૂટી ગયું હશે, એટલે ગાંડા થઈને આ લોકોએ વાસણ પછાડવાનું શરુ કર્યું. અત્યાર સુધીમાં આ વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે. વિડીયોમાં યુવકો ગાંડાની જેમ નાચતા દેખાઈ રહ્યા છે. અમુક તો વાસણો જ નહિ પરંતુ ખુરશીઓ લઈને પણ મન ફાવે તેમ નાચી રહ્યા છે.
Girls :- yha jyade instruments nhi baj rhe hai dance nhi karungi
Meanwhile Boys :- pic.twitter.com/JN3DbHiGdl
— Ankit $8 (@imoriginalankit) December 6, 2022
જાણવા મળ્યું છે કે, લગ્નમાં જમવાનું પૂરું થઇ જતા આ લોકો હરાયા ઢોરની જેમ માથે ચડ્યા હતા અને મન ફાવે તેમ કરવા લાગ્યા હતા. ભલે જે હોય પરંતુ આ વિડીયો હાલ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો આ વિડીયોને લાઈક કરી શેર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!