બેન્કના કામ માટે જતા હોવ તો જરૂર વાંચો / જો તમે કોઈ કામ માટે બેંક જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી છે.

ટોપ ન્યૂઝ બિઝનેસ

આજથી દેશભરની સરકારી બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોના લગભગ 9 લાખ કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે.

જો તમે કોઈ કામ માટે બેંક જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી છે. આજથી દેશભરની સરકારી બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે કારણ કે જાહેર ક્ષેત્રની બેંકોના લગભગ 9 લાખ કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આવામાં લોકોને બેંકના કામકાજ પતાવવામાં મુશ્કેલીઓ થઈ શકે છે. બે દિવસની હડતાળ ( 16 અને 17 ડિસેમ્બર)નું આહ્વાન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU-United Forum of Bank Unions) એ કર્યું છે.

કેમ હડતાળ પર ઉતર્યા કર્મચારીઓ : બેંક યુનિયનના નેતાઓએ કહ્યું કે આ હડતાળનું આહ્વાન સરકાર દ્વારા બે સરકારી બેંકોના ખાનગીકરણના પ્રયત્ન વિરુદ્ધ કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઈબીઓસી)ના મહાસચિવ સૌમ્યા દત્તાએ કહ્યું કે અતિરિક્ત મુખ્ય શ્રમ આયુક્ત સમક્ષ સમાધન-સ્પષ્ટીકરણ બેઠક નિષ્ફળ ગઈ અને યુનિયનોએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

સરકારી બેંકોમાં નહીં થઈ શકે આ કામ : ભારતીય સ્ટેટ બેંક (SBi) સહિત મોટાભાગની બેંકોએ પહેલેથી જ પોતાના ગ્રાહકોને સૂચિત કર્યું છે કે હડતાળના કારણે ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેંકિંગ સુવિધાઓ પ્રભાવિત રહી શકે છે. બે દિવસની હડતાળ બાદ 19મીએ રવિવારના કારણે બેંક બંધ રહેશે. આવામાં બેંક ગ્રાહકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કેન્દ્ર સરકારે બજેટમાં રજુ કર્યો હતો પ્રસ્તાવ : અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે બજેટ 2021-22માં આ વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. સરકારે તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેંકિંગ કાયદા સંશોધક વિધેયક (Banking Laws (Amendment) Bill 2021) લાવવાની તૈયારીમાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.