પ્રહાર / યોગીને હાથ લગાવ્યો તો હૈદરાબાદ સીધા ઉડીને જશો, જાણો કયા મોટા નેતાએ ઓવૈસીને આપી ચેલેન્જ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલમાં જ ઓવૈસીએ CM યોગીને ચેલેન્જ કરતાં કહ્યું કે 2022માં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનવા નહીં દઈએ.

  • ઓવૈસીએ 2022માં CM યોગીને સત્તામાંથી બહાર કાઢવાની વાત કરી
  • ભાજપ સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશને પલટવાર કર્યો
  • પાર્ટી 100 સીટો પર મુસલમાન ચહેરા ઉતારશે

ઓવૈસીએ 2022માં CM યોગીને સત્તામાંથી બહાર કાઢવાની વાત કરી
AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ચેલેન્જ પર ગોરખપૂરના ભાજપ સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશને પલટવાર કર્યો છે. રવિ કિશને કહ્યું છે કે યોગી આદિત્યનાથ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓ અઢી કલાક સુધી ભગવાનની આરતી કારવાવાળા સન્યાસી છે. અડીને બતાવો આ મહારાજને, તેમના તેજથી જ નષ્ટ થઈ જશો. હૈદરાબાદ ઉડીને જશો. રવિ કિશને આ વાત ત્યારે કહી જ્યારે ઓવૈસીએ 2022માં CM યોગીને સત્તામાંથી બહાર કાઢવાની વાત કરી હતી.

ભાજપ સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશને પલટવાર કર્યો
હાલમાં જ ઓવૈસીએ CM યોગીને ચેલેન્જ કરતાં કહ્યું કે 2022માં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનવા નહીં દઈએ. બીજી બાજુ CM યોગીએ ઓવૈસીને દેશના સૌથી  મોટા નેતા ગણાવી કહ્યું કે જો 2022માં ચૂંટણી માટે જો તેમણે ભાજપને ચેલેન્જ આપી છે તો ભાજપ આ ચેલેન્જનો સ્વીકાર કરે છે. CM યોગીએ કહ્યું કે એમાં કોઈ શંકા નથી કેભાજપ 2022માં પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવશે. કેન્દ્રીય નેતૃત્વમાં અમને 300થી વધુ સીટોનો લક્ષ્ય આપ્યો છે, જેને કાર્યકર્તાઓએ પોતાની મહેનત અને લગનથી જીતશે.

પાર્ટી 100 સીટો પર મુસલમાન ચહેરા ઉતારશે
અહીં ઓવૈસીની પાર્ટીને ઓમપ્રકાશ રાજભર અને બાબુસિંહ કુશવાહની ભાગીદારી કરી તેઓએ ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. સાથે જ AIMIM અધ્યક્ષ સૌકત અલીએ કહ્યું કે પાર્ટી 100 સીટો પર મુસલમાન ચહેરા ઉતારશે,જેના માટે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીના ચેલેન્જ પર ગોરખપૂરના ભાજપ સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશને પલટવાર કર્યો છે. રવિ કિશને કહ્યું છે કે યોગી આદિત્યનાથ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓ અઢી કલાક સુધી ભગવાનની આરતી કારવાવાળા સન્યાસી છે. અડીને બતાવો આ મહારાજને, તેમના તેજથી જ નષ્ટ થઈ જશો. હૈદરાબાદ ઉડીને જશો.

Leave a Reply

Your email address will not be published.